સુરતમાં મેયરના વોર્ડમાં જ ભાજપ વિરોધી બેનર લાગ્યા-‘ભાજપને વોટ આપીને ભૂલ કરી, હવે વોટની ભીખ માગવા ન આવતા’

ભાજપવિરોધી સૂર સમગ્ર સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે. સત્તાધીશો તેમજ અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે, એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે લોકોના પ્રશ્નોના નિકાલમાં કંઈપણ ન હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું દેખાઈ રહ્યું છે. વિશેષ કરીને જ્યારે શહેરના મેયરના અડાજણ વોર્ડમાં જ લોકો વિકાસનાં કામોથી વંચિત રહી જતા હોય તો અન્ય વોર્ડમાં કયા પ્રકારની સ્થિતિ હશે એ સમજી શકાય છે. એને લઈને ભાજપવિરોધી બેનર લાગ્યાં છે, જેમાં 25 વર્ષથી ભાજપને વોટ આપીને ભૂલ કરી, હવે વોટની ભીખ માગવા ના આવતા હોવાનું લખ્યું છે.

લોકોએ પોતાની વ્યથા બેનર થકી દર્શાવી
મેયર હેમાલી બોઘાવાલાના વોર્ડમાં જ લોકોએ ભાજપ પક્ષની કામગીરીને લઇને પોતાની વ્યથા બેનર થકી દર્શાવી છે. અડાજણ વિસ્તારની હિમગિરિ સોસાયટીના લોકોએ બેનરમાં ભાજપને વોટ આપીને ભૂલ કરી હોવાનાં લખાણો લખ્યાં છે. 25 વર્ષથી કોઈપણ સ્વાર્થ વગર ભાજપના પડખે ઊભા રહીને તેમને સત્તા પર આરૂઢ કરવામાં હિમગિરિ સોસાયટીના લોકોએ યોગદાન આપ્યું છે.

વોટ સમયે ભાજપના નેતાઓ વારંવાર તેમની સોસાયટીઓમાં આવીને ભાજપતરફી વોટ કરવા માટે સમજાવે છે અને વચન આપે છે. તેમના શાસનમાં વિકાસકામોને લઈને કોઈપણ પ્રકારની કસર રહેશે નહીં, પરંતુ આજે સ્થાનિક હિમગિરિ સોસાયટીના લોકોએ બેનરો લગાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

સોસાયટીના રસ્તાઓનું કામ થયું નથી હિમગિરિ સોસાયટીના લોકો બેનરમાં લખ્યું છે કે 25 વર્ષથી અમારી સોસાયટીના રસ્તાઓનું કામ થયું નથી. વારંવાર સોસાયટીના પ્રમુખ બદલાતા રહે છે. તેમના દ્વારા છેલ્લાં 15 વર્ષથી દરેક પ્રમુખ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓને રસ્તા બાબતે ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પંદર વર્ષ સુધી એકપણ નેતાએ અધિકારીઓ સાથે મળીને આ વિસ્તારનું કામ પૂર્ણ કર્યું નથી.

મેયરના વોર્ડમાં આ પ્રકારની સ્થિતિ હોય તો બીજામાં તો શું સ્થિતિ હશે
બેનરોમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાજપના નેતાઓએ અમારી પાસે વોટની ભીખ માગવા આવવું નહીં, જે તેમના માટે ખરેખર શરમજનક બાબત છે અને એ પણ વિશેષ કરીને મેયરના વોર્ડમાં જો આ પ્રકારની સ્થિતિ હોય તો સત્તાપક્ષનું સ્પષ્ટ થઈ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો