સુરતમાં કામરેજ PI સહિત આ 10 પોલીસકર્મી લાંચ મામલે ACBના સકંજામાં, તમામ વિરુદ્ધ ગુનો દાખલ
સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ કમરરેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં આરોપી વૃદ્ધ ગુણ દાખલ નહીં કરવા સાથે અમન્ય ગુનામાં નામ નહિ નાખવા માટે રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી. પોલીસે આરોપીની ગેરકાયદેસર અટકાયત પણ કરી હતી, જેને લઈને આરોપી સાથે રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જોકે આરોપીના ભાઈએ આ મામલે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને લઈને એક છટકું પણ ગોઠવામાં આવ્યુ હતું. જોકે, પોલીસ કર્મચારી લાંચની રકમ લેવા ના આવતા આ બાબતે એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, આખરે સંયોગીક પુરાવાના આધારે આજે આ તમામ લોકો વિરુદ્ધ એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા 10 જેટલા પોલીસ કર્મચારી વિરુદ્ધ લાંચ માંગવાને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ફરિયાદીના ભાઈને તારીખ 10-09-2020ના રોજ કામરેજ પોલીસ ઘરે આવીને છેતરપિંડીના ગુનામાં ઉપાડી પોલીસ મથકે લઇ ગઈ હતી. જોકે તે સમયે પોલીસ કર્મચારી જયેશભાઇ, અપેશભાઈ અને દિપકભાઇ કામરેજ પોલીસ સ્ટેશન લઇ આવ્યા બાદ જેની અટકાયત કરી હતી. જોકે જે યુવાનની અટકાયત કરી હતી તેનો ભાઈ પોલીસ મથકે જતા તેના ભાઈને અન્ય ગુનાઓમાં નહીં ફસાવવા તથા તેની વિરુદ્ધ અનેક કલમો હેઠળ ગુના દાખલ નહીં કરવા તથા આ કેસ પતાવા માટે અટકાયતમાં લીધેલા યુવાનના ભાઈ પાસે પોલીસે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી.
આખરે રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી કર્યા હતા અને પહેલો હપ્તો 13-09-2020ના રોજ રાત્રે યુવાનને ટિફિન આપવા આવે ત્યારે 1.20 લાખ અને બાકીના રૂપિયા બીજા દિવસે આપવાનું નક્કી કર્યું હતું. યુવાનના ભાઈએ આ લાંચની રકમ નહીં આપવા માંગતો હોવાને લઈને તેણે એસીબીમાં આ મામલે ફરિયાદ કરી હતી, જેથી એસીબીએ ફરિયાદ લઈએં લાંચની રકમ મામલે એક છટકું ગોઠવ્યુ હતું, પણ પોલીસ કર્મચારી રૂપિયા લેવા નહીં આવતા આ છટકૂ ફેલ ગયું હતું. જોકે આ મામલે એસીબી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમીક તપાસમાં ત્રણ માસ જેટલો સમય લાગ્યો હતો. જે તપાસના કામે એકત્રીત થયેલ દસ્તાવેજી પુરાવા, મૌખીક પુરાવા, વૈજ્ઞાનીક ફોનીક પુરાવા અને સાંયોગીક પુરાવાના આધારે આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો કરેલ હોવાનું તપાસમાં સામે આવ્યુ હતું.
આ પોલીસ કર્મચારીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચના છટકાના ફરીયાદીના ભાઈને કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાર દિવસ સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખ્યો હતો તેમજ ફરીયાદીના ભાઈને આરોપી કુલદીપદાન બારહટના કહેવાથી તા. 11-09-2020ના રોજ આરોપી અલ્પેશભાઇ, દિપકભાઇ, જયદિપભાઇ અને સાગરભાઈ ફોરચ્યુનર કારમાં ગેરકાચદેસર રીતે અમદાવાદ ખાતે તપાસમાં લઈ ગયા હતા તે પણ પ્રાથમીક તપાસ દરમ્યાન સામે આવ્યુ હતું .
પ્રાથમીક તપાસ દરમ્યાન એકત્રીત થયેલ પુરાવાઓને ધ્યાને લેતાં પોલીસ કર્મચારી જયેશભાઈ અને અલ્પેશભાઈ દ્વારા લાંચના છટકાની ફરિયાદ કરનાર પાસે લાંચની માંગણી કરેલાનું સામે આવતા આજે એસીબી વિબાગ દ્વારા (1 ) જે.બી.વનાર, પીઆઇ, કામરેજ પો.સ્ટે . ( 2 ) પોલીસ કર્મચારી, જયેશભાઈ જયંતીભાઈ નિરજની( ૩ ) પોલીસ કર્મચારી, અલ્પેશભાઈ મોતીભાઈ દેસાઈ ( 4 ) હેડ પોલીસ કર્મચારી, કુલદીપદાન ગંભીરદાન બારહટ ( 5 ) પોલીસ કર્મચારી, દિપકભાઈ હરગોવિદભાઈ દેસાઈ ( 6 ) પોલીસ કર્મચારી, જચદિપસિંહ ગોપાલસિંહ ચૌહાણ ( ૭ ) એ.એસ.આઈ. ચંદાબેન સુનીલભાઇ પાચાભાઈ વસાવા ( ૮ ) એ.એસ.આઇ. સુશીલાબેન જીતભાઈ રાવલ ( 9 ) એ.એસ. આઈ. સરદારભાઇ ધીરાભાઈ ભગૌરા ( ૧૦ ) જી.આર.ડી. સાગરભાઈ ભગવાનભાઈ સાકરીયા વિરુદ્ધ ગુનો દાખલ કરી તમામની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં એ.એસ.આઈ. સરદારભાઇ ધીરાભાઈ ભગૌરા. જી.આર.ડી. સાગરભાઈ ભગવાનભાઈ સાકરીયાની પોલીસે અટકાયત કરી છે અને બાકી તમામ લોકો પોલીસ પકડથી હજુ દૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

