સુરતમાં માતાજી વિશે ટીપ્પણી કરતા સ્વામીનારાયણ સાધુને લોકોએ મેથીપાક ચખાડ્યો, સ્વામીએ માફી માગીને વીડિયો કર્યો ડિલીટ

સુરતમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત દ્વારા સોશિયલ મીડિયામાં એક સત્સંગનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં માતાજીનું અપમાન કરવામાં આવ્યું હતું. માતાજી વિષે અપ્શરા જેવા શબ્દોનો ઉપયોગ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ કર્યો હતો. આ વિવાદ વકરતા રોષે ભરાયેલા લોકો સ્વામીનારાયણ સાધુને મળવા પહોંચ્યા હતા અને ત્યારબાદ સાધુને માર માર્યો હતો. આ ઘટનામાં સાધુએ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી બતાવી હતી પણ પછી મામલો થાળે પડી જતા એક પણ પક્ષે ફરિયાદ કરી નહોતી. આ મામલે માફી માગ્યા બાદ સ્વામીએ વીડિયોને ડીલેટ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ અનુસાર સુરતમાં સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીનો સત્સંગ કરતો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં માતાજીને લઇને સ્વામીએ એક એવી ટીપ્પણી કરી નાખી કે તેનાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્વામીએ તેના સત્સંગ દરમિયાન માતાજી વિષે ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દો બોલતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેથી રોષે ભરાયેલા લોકોએ સ્વામી જ્ઞાનપ્રકાશને મળવા માટે ગયા હતા. ત્યારબાદ 15થી 20 લોકોનું ટોળાએ મંદિરની અંદર જ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુની સાથે મારામારી કરી હતી. માતાજી વિષે ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દો બોલતા સાધુને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ સાધુએ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી હતી. તો સામેના પક્ષે રહેલા લોકોએ પણ ફરિયાદ નોંધાવાની તૈયારી દર્શાવી પણ અંતે બંને વચ્ચે સમાધાન થયું. સાધુએ લોકોની માફી માગીને વીડિયો ડીલીટ કરવાની બાંહેધરી આપી હતી.

સ્વામી બોલ્યો હતો કે, મહારાજ તમારા રાજ્યમાં નેશડામાં એક અપ્શરા રહે છે. અંગ ઉપાંગનું વર્ણન કરવા લાગ્યો કે, મૃગ જેવી આંખો છે, ભરાવદાર જેની છાતી છે એવું વર્ણન કરવા લાગ્યો. તેમાં પાછો શૃંગાર રસ, એમાં બીભત્સ રસ, કામુકતા અને વાસ્મિક વાતો સાંભળતા-સાંભળતા રામાંડલિક પોતાનું ભાન ભૂલવા લાગ્યા છે.

સ્વામીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મેં રાજા રામાંડલિકે નાગબાઈ માતાનું અપમાન કરવાથી તેનો વિનાશ કઈ રીતે થયો તેનો એક પ્રસંગ વર્ણન કર્યો હતો. આ પ્રસંગ બાબતે કોઈ સમાજની લાગણી દુભાતા અમને ફોન આવ્યો ત્યારબાદ અમને અમારી ભૂલ સમજાઈ. ભૂલ સમજાતા અમે વીડિયો ડીલેટ કર્યો છે. માફી માંગતો વીડિયો પણ મેં મોકલી આપ્યો છે. છતાં પણ કેટલાક ઇસમોએ આવીને નિર્દોષ સંતોને ઢોર માર માર્યો મને પણ માર માર્યો ત્યારબાદ તે લોકો જતા રહ્યા છે.

આ બાબતે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, મેં એક વીડિયો જોયો તેમાં જ્ઞાનપ્રકાશ સ્વામી વાર્તા કરે છે. અમે ચારણો ક્યારેય સ્વામીનારાયણ ભગવાન વિષે ખરાબ બોલ્યા તો તમને શું હક છે અમારા માતાજી પર ગમે તેવા ઈતિહાસ બોલી નાખો. આખો વીડિયો મેં સાંભળ્યો. હું ગઢવી ચારણ છું. પ્રોગ્રામ ચાલે ન ચાલે એવું મને કઈ નથી પણ ચારણ રહેવામાં મને મજા આવશે. તમે અમારી નાગબાઈ મા વિષે ખરાબ શબ્દો બોલ્યા છો. સાહેબ ચારણની દીકરીને કઈ રીતે બોલાવવી તે જ તમને ખબર નથી. એવા શબ્દો વાપર્યા છે કે ચારણ આવ્યો સ્ત્રીના વખાણ કર્યા તો હું કહું કે અત્યારે અમારો ચારણ સ્ત્રીના વખાણ ન કરતો હોય તો તે સમયે અમારો ચારણ સ્ત્રીના વખાણ કરે ખરો અને શું અમે રામાંડલિક પાસે જ ચારણની દીકરીના વખાણ કર્યા તમને ખબર છે પહેલા ઈતિહાસ શું છે?

રામાંડલિક એવો રાજપૂત હતો કે તે ખૂદ જ કોઈ સ્ત્રીના વખાણ ન સાંભળી શકે. આવો ઈતિહાસ છે જ નહીં. એક ક્ષત્રીય રામાંડલિક એક ગઢવીના ઘરમાં નજર નાંખે ખરો. તમને એટલું પણ ભાન નથી. તમે ચારણો અને ક્ષત્રીયને શા માટે આટલા ખરાબ ચિત્રો છે. સ્વામીને કહું કે, તમે તમારી મર્યદામાં રહો તમે ગઢવીને ઓળખતા નથી. અમે જેની પાછળ પડી જઈએ તેનું મૂળ કાઢી નાંખીએ. અમે ક્યારેય ખરાબ બોલ્યા તમારા વિષે. તમે અમારા ચારણો વિષે આટલું ખરાબ બોલો છો બ્રહ્માનંદ કોણ હતા. તમને ખબર નથી ચારણને શું બોલાવાય એટલે તમે સ્વામી તમારી મર્યાદામાં રહો. તમે તમારી રીતે જે કરતા હોય એ કરો, પણ ચારણથી આઘા રહેજો. ચારણ શું છે તે તમને ખબર નથી. અમારો ઉલ્લેખ વેદોમાં છે. તમે સ્વામી ક્યારેય વેદ વાંચ્યા છે. અમે કોઈ દિવસ કોઈ ધર્મનું ખરાબ નથી બોલ્યા. તમે અમારી નાગબાઈ માતા વિષે ખરાબ કઈ રીતે બોલી શકો. જ્યારે જ્યારે કોઈ પણ ગઢવી સમાજની સામે આંગળી ચીંધશે ત્યારે હકાભા ગઢવી સામા આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો