સુરતની કરૂણ ઘટના, માતાએ ત્રણ વર્ષની બાળકી સાથે પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી

પરવત પાટિયા વિસ્તારના એક એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પરણિતાએ પોતાની ત્રણ વર્ષિય બાળકી સાથે છલાંગ લગાવી આપઘાત કરી લેતા આસપાસના લોકોમાં ચકચાર મચી જવા પામી છે. યુવતીએ ઘરકંકાસના કારણે પગલુ ભર્યુ હોવાનું પિયર પક્ષે આક્ષેપ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ હરિયાણાના ભિવાનીના વતની હાલ પરવત પાટિયા સ્થિત રૂદ્રમણી એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ દેવેન્દ્ર સોમાણી ટેક્ષટાઇલ માર્કેટમાં સાડી – ડ્રેસ પેકિંગ બોક્ષના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આશિષના પાંચ વર્ષ અગાઉ 32 વર્ષિય કોમલ નામની યુવતી સાથે લગ્ન થયા હતા.

લગ્નજીવન દરમિયાન કોમલે ત્રણ વર્ષિય પુત્રી મિષ્ટીને જન્મ આપ્યો હતો. દરમિયાન કાલે બપોરે સાડા ત્રણ કલાકના અરસામાં કોમલે તેની ત્રણ વર્ષિય પુત્રિ મિષ્ટી સાથે રૂદ્રમણી એપાર્ટમેન્ટના પાંચમા માળની અગાસી ઉપરથી નીચે છલાંગ લગાવી હતી. માતા અને માસુમ પુત્રી સાથે નીચે પડતાં બંનેના માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે કરૂણ મોત નિપજયા હતા.

બનાવની જાણ થતાં એપાર્ટમેન્ટના રહીશોએ બુમાબુમ કરતા તેના પરિવારજનો, પિયર પક્ષ અને પુણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. કોમલના સગા મામા મહેશએ આક્ષેપ કર્યો છે કે જ્યારથી કોમલના લગ્ન થયા ત્યારથી તેના સાસુ અને સસરા બંને ખુબ જ ત્રાસ આપતાં હતા, જયારે તેના પતિ આશિષને જુદા થવા માટે પણ સમજાવ્યો હતો. અંતે માનસિક ત્રાસના કારણથી કંટાળી જઇને કોમલ એ આજે તેની પુત્રી સાથે કુદી પડી જીવતર ટુંકાવી દીધુ હતુ. પુણા પોલીસે માતા પુત્રીના મૃતદેહના સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવીને વધુ તપાસ આદરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો