સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આદેશ: સરકારી હોય કે પ્રાઇવેટ લેબ કોરોનાનો ટેસ્ટ ફ્રીમાં કરે

દેશમાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે સુપ્રીમ કોર્ટે બુધવારનાં મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે માન્યતા પ્રાપ્ત અથવા પ્રાઇવેટ લેબમાં કોરોના વાયરસની તપાસ મફતમાં થશે. આ માટે અદાલતે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે માન્યતા પ્રાપ્ત તમામ લેબોને મફતમાં કોરોનાની તપાસનાં આદેશ આપે. કોરોના વાયરસની તપાસ સાથે જોડાયેલી એક અરજી પર આદેશ આપતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 2 અઠવાડિયામાં સોંગદનામું દાખલ કરવા કહ્યું છે.

NABL, WHO અને ICMRથી માન્યતા પ્રાપ્ત કરેલી લેબ જ કરે તપાસ

સુપ્રીમ કોર્ટે સાથે જ એ પણ કહ્યું કે કોરોના વાયરસની તપાસ ફક્ત એ લેબ કરે જે NABL એટલે કે National Accreditation Board For Testing And Calibration Laboratoriesથી માન્યતા પ્રાપ્ત લેબો અથવા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અથવા ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)થી મંજૂરી પ્રાપ્ત કોઈ એજન્સી દ્વારા થવી જોઇએ.

અરજીમાં કોરોનાનો ટેસ્ટ મફતમાં કરવાની થઈ હતી માંગ

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં ખાનગી સંસ્થાઓ દ્વારા કોરોના પરીક્ષણ માટે મહત્તમ 4,500 રૂપિયા નક્કી કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની સલાહને પડકાર આપવામાં આવ્યો હતો. અરજીમાં એ પણ નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી કે આવા તમામ પરીક્ષણ માન્યતા પ્રાપ્ત પેથોલોજિકલ લેબો દ્વારા કરાવવામાં આવે. મફતમાં ટેસ્ટની સલાહ આપતા અરજીકર્તાએ એ પણ દાવો કર્યો હતો કે પ્રાઇવેટ લેબોની ટેસ્ટિંગ ફીસ પર પડદો નાંખવો સંવિધાનનાં આદર્શો અને મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે.

લોકો પાસેથી ટેસ્ટનાં પૈસા ના લઇ શકાય: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ હવે લોકોને કોરોના ટેસ્ટ માટે પૈસા નહીં લાગે. અત્યાર સુધી સરકારે 4,500 રૂપિયા રેટ નક્કી કરીને રાખ્યો છે. સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટની બેંચે કહ્યું છે કે લોકો પાસેથી આ ટેસ્ટ માટે પૈસા ના લઇ શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રાઇવેટ લેબ દ્વારા લેવામાં આવેલા ટેસ્ટથી સંબંધિત પૈસા કેવી રીતે પરત થશે તેના પર પછી વિચાર કરવામાં આવશે. દુનિયાભરમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ભારતમાં સતત આને રોકવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આવા સંકટનાં સમયે લોકો પાસેથી પૈસા ના લેવા જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો