‘સોમવારે ગુજરાતમાં ગેસ પુરવઠો ખોરવાશે’ આ વાયરલ મેસેજનું જાણો શું છે હકીકત, ગુજરાત ગેસ દ્વારા કરાયો ખુલાસો

ગુજરાતમાં હાલ મોટા શહેરમાં સૌથી વધારે પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચાડવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યભરમાં 11 જાન્યુઆરીના રોજ ગેસ સપ્યાલ બંધ રાખવામાં આવશે એવી એક અફવા હતી જેને લઇને હવે ખુલાસો સામે આવી ગયો છે.

ગુજરાત (Gujarat)માં સોમવારે (Monday) સવારે 5 વાગ્યાથી મંગળવારે સવારે 10 વાગ્યા સુધી કોઇપણ પ્રકારનો ગેસ પુરવઠો (Gas supply) ઉપલબ્ધ નહીં થાય તેવી વાત આખરે અફવા સાબિત થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અગાઉ એવી અફવા ઊડી હતી કે ગુજરાતભરમાં રસોડાથી માંડી કારખાના સુધી જેનો આધાર એલપીજી (LPG), સીએનજી (CNG) કે પીએનજી (PNG)નો પુરવઠો બંધ રહેશે. જેથી વપરાશકર્તાઓ અને ગ્રાહકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરી લેવા તાકીદ કરવામાં આવી હતી.

આ મેસેજ વાયરલ થયા બાદ રીતસરનો અફડા તફડી મચી હતી. પરંતુ હાલ તે મુદ્દે સ્પષ્ટતા થઈ ગઈ છે. જો તમને પણ આ પ્રકારનો મેસેજ કે લેટર મળ્યો હોય તો આ એક અફવા છે.

ગેસના પુરવઠામાં કોઈ કાપ મુકાશે નહીં

આ અંગે ગુજરાત ગેસ અને અદાણી ગેસે સ્પષ્ટતા કરી કે, ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે. આવી પરિસ્થિતિમાં અમે વૈકલ્પિક વ્યવસ્થા સાથે આગળ વધતા હોઇએ છીએ. અદાણી ગેસ જણાવે છેકે, ગુજરાતના તમામ ભાગોમાં અમારા ગ્રાહકોને ગેસનો પૂરવઠો અવિરત મળતો રહેશે.

ગુજરાત સ્ટેટ પેટ્રોનેટના સૂત્રોએ જણાવ્યું હતું કે, મેઇન્ટેનન્સ માટે 18 કલાકનું શટડાઉન છે. પણ તે અમૂક પાઈપલાઇન પૂરતું જ મર્યાદિત હોય ઘરેલું, કોમર્શિયલ કે ઔદ્યોગિક ગેસની સપ્લાયને કોઇ અસર થશે નહીં. ગેઇલની અન્ય એક પાઈપલાઇન કાર્યરત છે. જેમાં 9 મિલિયન સ્કવેર ક્યૂબિક મીટર ગેસ ઉપલબ્ધ છે. એટલે સીએનજી અને નેચરલ ગેસની સપ્લાયમાં અવરોધ ઉભો થવાનો કોઇ અવકાશ નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો