દુનિયાભરના વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં જોયો અજુબો, 1 સેકન્ડમાં 1654 કિલોમીટરની ઝડપથી આ વસ્તુ ભાગતા વૈજ્ઞાનિકો અચંબામાં પડી ગયા

દુનિયાભરના વૈજ્ઞાનિક હેરાન છે કારણ કે તેને અંતરિક્ષમાં અજુબો જોયો છે. એક એવી વસ્તુ જેની ગતિ 59.54 લાખ કિલોમીટર એક કલાકની છે. એટલે કે એક સેકન્ડમાં 1654 કિલોમીટર. આજ સુધી કોઇએ આટલી ઝડપથી વસ્તુ ભાગતી અંતરિક્ષમાં જોઇ નથી. તમામ દેશોના વૈજ્ઞાનિક આ ગતિથી હેરાન-પરેશાન છે.

પૃથ્વીથી 29000 પ્રકાશ વર્ષ દૂર છે આ વસ્તુ

આ વસ્તુ આપણા આકાશગંગાની વચ્ચે હાજર એક મોટા બ્લેક હોલમાંથી નીકળીને બહારની તરફ ઝડપથી ભાગી રહ્યા છે જે અત્યારે આ પૃથ્વીથી અંદાજે 29000 પ્રકાશ વર્ષ દૂર છે. તેની ગતિ સામાન્ય રીતે અંતરિક્ષમાં ઉડનાર વસ્તુઓ કરતાં દસ ગણી વધુ છે.

ગ્રૂસ નક્ષત્રમાં મળી આ અંતરક્ષીય વસ્તુ

કાર્નેગી યુનિવર્સિટીના સર્ગેઇ કોપોસોવે આ વસ્તુને શોધી છે. આ વસ્તુ ગ્રૂસ નક્ષત્રમાં શોધી છે. ગ્રૂસ નક્ષત્રને ક્રેન નક્ષત્ર પણ કહેવાય છે. સર્ગેઇએ કહ્યું કે મોટાભાગે અમે ઝડપથી ભાગતી વસ્તુઓ જોઇ છે પરંતુ તેની ગતિ હેરાન કરનારી છે.

પૃથ્વીની નજીકથી નીકળી આ વસ્તુ

દુનિયાભરના વૈજ્ઞાનિક એ વાતથી હેરાન છે કે આ વસ્તુ પૃથ્વીથી નજીક નીકળી છે. આ પૃથ્વીથી 29000 પ્રકાશ વર્ષ દૂર છે. પરંતુ તેની આ જે ગતિ છે તેનાથી તેને અહીં પહોંચવામાં વધુ સમય લાગતો નથી. અંતરિક્ષમાં જો કોઇ વસ્તુ 1654 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલે છે તો તેનું આ અંતર કંઇ અગત્યનું રહેતું નથી.

સૂર્યથી 40 લાખ ગણા મોટા બ્લેક હોલમાંથી નીકળી આ વસ્તુ

કાર્નેગી ઑબ્ઝરવેટરીના વૈજ્ઞાનિક ટિંગ લી એ કહ્યું કે આ વસ્તુ આપણા આકાશગંગામાં હાજર બ્લેકહોલ સેગિટેરિયસ-એમાંથી નીકળે છે. આ બ્લેક બોલનો આકાર આપણા સૂર્ય કરતાં 40 લાખ ગણો વધુ છે.

આ વસ્તુ છે S5-HVS1 નામનો યુવાન તારો

અંતરિક્ષમાં ધ્વનિની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપથી ભાગી રહેલી આ વસ્તુ એક તારો છે. તેનું નામ – S5-HVS1 છે. આ એક એ-ટાઇપનો તારો છે. એટલે કે આ યુવા તારો છે. તેની ઉંમર વધુ નથી. તેનું તાપમાન 7204 ડિગ્રી સેલ્સિયસથી લઇ 9982 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે. જ્યારે આપણા સૂર્યનું તાપમાન 5540 ડિગ્રી સેલ્સિયસ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો