ચેતજો! ‘કોરોના વાયરસથી બચવું હોય તો વિધિ કરાવો’ બાપુના પગલા પડાવો, કોરોના નહીં થાય, ગુરૂ મહારાજે આપી જાહેરાત

કોરોના મહામારીમાં પણ કેટલાક લોકો દર્દીઓને આર્થિક તથા માનસિક તકલિફમાં મૂકી રહ્યા છે. એક નિર્ધારિત સમયમાં લોકોના ઘરકંકાસ, પ્રેમ સંબંદ અને નોકરી મેળવવા તથા ધાર્યું પિરિણામ માટે વિધિ-વિધાનના નામે ધતિંગલીલા અને ઢોંગ કર્યાનું તો તમે ખુબ સાંભળ્યું હશે. પણ હવે તો આવા પાખંડી લોકો અંધશ્રદ્ધાના નામે કોરોનાને પણ હંફાવવા મેદાને આવી ગયા છે. એક તરફ જ્યાં આખી દુનિયા કોરોના મહામારીમાથી બચવા વેક્સીન બનાવી રહી છે ત્યાં જ કેટલાક લોકો માત્ર વિધિ કરાવી કોરોના મટાડવાનો દાવો કરી રહ્યા છે. માત્ર આટલું જ નહી આવા ઢોંગી લોકો અખબારમાં આ અંગે જાહેરાત આપતા પણ ખચકાતા નથી.

મહેસાણા જિલ્લાના વિસનગરમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ થયો છે. જ્યાં વિધિ કરાવી કોરોના વાયરસને મટાડવાનો દાવો કરાયો છે. આ માટે એક ઢોંગીએ સ્થાનિક અખબારમાં જાહેરાત પણ આપી હતી અને તેમા પોતાના ફોન નંબર પણ લખાવ્યો હતો. જોકે આ આખો મામલો પ્રકાશમાં આવતા પરિવાર સાથે તે ઢોંગી ફરાર થઇ ગયો હતો.

મહેસાણા જિલ્લાના વિસનગરના એક વ્યક્તિએ ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઢોંગીનું નામ બળદેવદાસ બાપુ છે અને તેણે બાકાયદા વિધિ બાદ કોરોના થાય તો સંપૂર્ણ જવાબદારી લીધી હતી. અને અખબારમાં આપેલી જાહેરાતમાં વિધિ માટે વિનશ ગિફ્ટ પેલેસ, તિરૂપતિ માર્કેટ, વિસનગરનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

આ ઢોંગીએ પોતાનો મોબાઇલ નંબર 7046174084 પર નંદુભાઈ નામના વ્યક્તિનો વિધિ માટે સંપર્ક કરવા જણાવ્યું હતું. અખબારમાં “કોરોના વાયરસથી બચવા માટે વિધિ કરાવો”નું ટાઇટલ સાથે જાહેરાત આપી હતી. જોકે મામલો સામે આવતા હાલમાં સોસાયટીમાંથી પરિવાર ફરાર થઇ ગયો છે.

અમે રાજ્યના તમામ લોકોને અપીલ કરીએ છીએ કે આ પ્રકારની અફવાથી ભરમાશો નહીં. અંધશ્રદ્ધાથી દૂર રહેજો. તાંત્રિક વિધિથી કોરોના મટાડતી વાતોમાં ભરમાશો નહીં. દોરો, પગલા કોરોનાથી કેવી રીતે બચાવે? માસ્ક, સામાજિક અંતર અને સાવચેતી જ રક્ષણ આપે. સાચવેતી જ બચાવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો