યુકેનો સુપર ફિટ સાયકલિસ્ટ પણ કોરોના સામે જંગ લડી રહ્યો છે, ત્યારે પત્નીએ આપી સલાહ, યુવાનોને નહીં થાય એવું માનતા હોય તો ચેતી જજો

કોરોના વાયરસનો ચેપ ફક્ત ઉંમરલાયક લોકોને જ લાગે છે અને યુવાન તથા નિયમિત કસરત કરતા લોકોને તેનાથી વધારે જોખમ નથી આવી માન્યતા ધરાવતો હોય તો થોડા ચેતી જજો. એક સુપર ફિટ અને નિયમિત સાયકલિંગ કરતા રહેલો એક વ્યક્તિ આજે કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે. તેની પત્નીએ યુવાન લોકોને સલાહ આપી છે કે તમે સમજી જજો કે તમે પણ આ જીવલેણ વાયરસથી સુરક્ષિત નથી.

ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે આઈટી એક્ઝિક્યુટિવ અને ચાર બાળકોના પિતા 40 વર્ષીય શુકમાન નોર્થ લંડનમાં રહે છે. ગત સપ્તાહે તેમનામાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા અને તેના ત્રણ દિવસ બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. છેલ્લા સાત દિવસથી તેઓ હોસ્પિટલમાં છે જ્યાં ચાલવા અને બોલવા પણ સક્ષમ નથી અને તેમને સતત ઓક્સિજનની જરૂર પડે છે.

તેમની પત્ની એનાએ એક સંદેશ આપ્યો છે કે, ફિટ અને સ્વસ્થ તથા યુવાન હોવાથી તમને કોરોનાનો ચેપ નહીં લાગે તેવું માનવું નહીં. પર્સનલ ટ્રેનર અને ન્યુટ્રિશનિસ્ટ 38 વર્ષીય એનાએ કહ્યું છે કે તેના પતિ દર રવિવારે સવારે 30 માઈલ સાયકલ ચલાવતા હતા અને તેમને ભૂતકાળમાં કોઈ રોગ થયો ન હતો.

રવિવારે રાત્રે તેમને તાવ આવ્યો હતો અને તેમને સતત ખાંસી રહેતી હતી. મંગળવાર સુધી મારા મજબૂત અને ઊંચા પતિ જાણે તેમના પડછાયા જેવા થઈ ગયા હતા. તેઓ તેમની ખુરશીમાં બેસી ગયા હતા અને પોતાની ગરદન પર ઉપર કરી શકતા ન હતા. ત્યારપછીના દિવસે અમે તેમને હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ અમે તેમને જોયા નથી, તેમ એનાએ જણાવ્યું છે.

બ્રિટનની જનતાને સ્પષ્ટ સંદેશ આપતા એનાએ કહ્યું છે કે, તમે યુવાન હશો કે વૃદ્ધ, સ્વસ્થ હશો કે મેદસ્વી, તમે આને ગંભીરતાથી લેજો. તમને ખબર પણ નહીં પડે કે તમને ક્યારે ચેપ લાગી જશે. તમને પણ ખબર નહીં પડે કે તમે કઈ જગ્યાએ ચેપ લગાવશો. તમે પણ અન્ય લોકોને ચેપ લગાડી શકો છો. હું ફક્ત એટલું જ કહીશ કે તમે ઘરમાં જ રહેજો.

ડેનિયલને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી અને તેઓને ખબર પણ ન હતી પડતી કે તે ક્યાં છે આવી સ્થિતિ જોઈને એનાએ પતિને હોસ્પિટલ લઈ ગઈ હતી. દવા લીધી હોવા છતાં તેમના તાવમાં કોઈ ફરક પડ્યો ન હતો અને તેઓ ચાલવાની શક્તિ પણ ગુમાવી ચૂક્યા હતા. મારે તેમને ટોઈલેટમાં લઈ જવા માટે 20 મિનિટનો સમય લાગતો હતો. ત્યારે હું ડરી ગઈ હતી અને મને ખ્યાલ આવી ગયો હતો કે આ ઈમરજન્સી છે.

એના પોતાના પતિને લઈને હોરોની નોર્થવિક પાર્ક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને તેમને ક્રિટિકલ પેશન્ટ જાહેર કરાયા હતા. તેમને ઈમરજન્સી વોર્ડમાં વ્હીલચેરમાં લઈ જવામાં આવ્યા હતા અને એનાએ ત્યારે છેલ્લે પોતાના પતિને જોયા હતા. હવે સાત દિવસથી તે હોસ્પિટલમાં જ સારવાર હેઠળ છે. ડેનિયલ પોતાના ફોનનો ઉપયોગ કરવા માટે પણ સક્ષમ નથી. તેથી એના હોસ્પિટલમાંથી તેમના અપડેટ લઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો