સેટેલાઈટ ઈમેજમાં સામે આવ્યો સામ્યવાદી ચીનનો ભયાવહ ચહેરો, 14 હજાર લોકોના મૃતદેહ સળગાવી નાખ્યા! થયો સનસનાટી ખેજ ખુલાસો,

દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનો 43,098 લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે 1,018 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. કુલ ચેપગ્રસ્ત લોકોમાં માત્ર ચીનમાં 40,171 છે. જ્યારે ચીનમાં જ અત્યાર સુધીમાં 908 લોકોના મોત નિપજ્યા છે. હવે વધુ એક ખુલાસો થયો છે જેમાં ચીનની સામ્યવાદી સરકારનો બિહામણો ચહેરો સામે આવ્યો છે. એક અહેવાલથી દુનિયાભરમાં સનસનાટી મચી જવા પામી છે.

જ્યાં સૌથી વધારે કોરોના વાયરસની અસર છે તેવા વુહાન શહેરની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં શહેરની ઉપર આગના ગોલા જેવુ કંઈક દેખાઈ રહ્યું છે. આ આગનો ગોળો દર્શાવે છે કે, ત્યાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસનું પ્રમાણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે.

જાહેર છે કે માનવ મૃતદેહોને સળગાવવામાં આવે તો મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસ પેદા થાય છે. આ બાબત એટલા માટે પણ વિચિત્ર છે કારણ કે ચીનમાં મૃતદેહો સળગાવવાની પરંપરા નથી.

દુનિયાભરના વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, આટલા મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસ ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે કોઈ કેમિકલ વેસ્ટ સળગાવવામાં આવે અથવા તો લોકોના મૃતદેહને સળગાવવામાં આવે. ચીનના સોશિયલ મીડિયા પર એવી પણ જાણકારી જોવા મળી રહી છે કે, વુહાન શહેરના બહારના ભાગમાં લોકોના મૃતદેહ સળગાવવામાં આવી રહ્યાં છે.

વુહાનમાં સલ્ફર ડાયોક્સાઈડનું સ્તર 1700 યૂજી/ક્યૂબિક મીટર છે, જે ખતરાના સ્તરથી 21 ઘણું વધારે છે. 80 યૂજી/ક્યૂબિક મીટર ખતરનાક માનવામાં આવે છે. કંઈક એવી જ તસવીએર ચોંગક્વિંગની પણ છે. ત્યાં પણ મહામારી મોટા પાયે ફેલાયેલી છે. તે વુહાનથી 900 કિમી દૂર છે.

પર્યાવરણ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે વધારે સલ્ફર ડાયોક્સાઈડ ગેસ નિકળવાનો અર્થ એ છે કે, લગભગ 14 હજાર મૃતદેહો સળગાવવામાં આવ્યા હોઈ શકે છે. અમેરિકાના પબ્લિક હેલથ ડિપાર્ટમેંટના જણાવ્યા પ્રમાણે મૃતદેહોને સળગાવવાથી સલ્ફર ગેસ ઉપરાંત પેરા-ડાયોક્સાઈડ અને હાઈડ્રોક્લોરિક એસિડ જેવા કેમિકલ નિકળે છે.

વુહાનમાં ગત સપ્તાહમાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસનું પ્રમાણ હજી પણ 1350 માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યૂબિક મીટર હતું. જે સામાન્યથી ક્યાંય વધારે છે. ડબ્ય્લુએચઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે સલ્ફર ડાયોક્સાઈએડ ગેસ 80 માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યૂબિક મીટરથી પણ ઓછુ હોવુ જોઈએ.

લંડનની સ્કૂલ ઓફ હાઈજીન એંડ ટ્રોપિકલ મેડિસિને વુહાનમાં કોરોનાવાયરસ ફેલાવવાનું અધ્યયન કર્યું છે. જેના જણાવ્યા પ્રમાણે જો આ વાયરસ ફેલાવવાની ઝડપ યથાવત રહી તો ફેબ્રુઆરી પુરો થતા થતા શહેરના 5 ટકા વસ્તી એટલે કે 5 લાખથી વધારે લોકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત બનશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો