ઊંઝા ઉમિયા માના દર્શન કરી પરત ફરતાં સુખડિયા પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, આ કરુણાંતિકામાં વૃંદાવન સ્વીટ્સના સંચાલકનું મોત

ગાંધીનગરમાં વૃંદાવન સ્વીટ્સના નામે વ્યવસાય કરતાં અને વિવિધ બ્રાંચ ધરાવતા સુખડિયા પરિવાર પર આભ ફાટ્યું છે. સે-22 ખાતે વૃંદાવન સ્વીટ્સમાં બેસતાં કિર્તીભાઈનું રાંધેજા ચોકડી પાસે અકસ્માતમાં મોત થયું છે. જ્યારે તેમના પત્ની અને ભત્રીજાને ગંભીર હાલતમાં અમદાવાદ સાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તેઓ ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે વહેલી પરોઢે સામેથી પડતી અન્ય વાહનની લાઈટથી ચાલક અંજાઈ જતા કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે અકસ્માત સર્જાતાં આ કરુણાંતિકા સર્જાઈ હતી, જેમાં 1નું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

કાર ચેતનભાઈ ચલાવતા હતા, કિર્તીભાઈ તેમની પાસે બેઠા હતા

ઘટનાની વિગતો પ્રમાણે પ્લોટ નં-540/1 સૌરભ સોસાયટી સે-23 ખાતે રહેતાં કિર્તીકુમાર વિઠ્ઠલભાઈ સુખડીયા (61 વર્ષ) તેમના પત્ની ભાવનાબેન તથા ભત્રીજો ચેતનભાઈ, ચેતનભાઈના પત્ની નિકિતાબેન દીકરી જીયા (10 વર્ષ) તથા ભત્રીજો ધૈર્ય(10 વર્ષ) સાથે શુક્રવારે બપોરે ઊંજા ઉમિયા માતાના દર્શને ગયા હતા. શનિવારે વહેલી પરોઢે તેઓ ગાંધીનગર પરત આવતા હતા. કાર ચેતનભાઈ ચલાવતા હતા અને કિર્તીભાઈ તેમની પાસે બેઠા હતા. જ્યારે તેમના પત્ની અને નાના બા‌‌ળકો પાછળ બેઠા હતા. ત્યારે રાંધેજા ચોકડીથી થોડે આગળ આવતા કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી. જેમાં કિર્તીભાઈ તેમના પત્ની ભાવનાબેન અને ભત્રીજા ચેતનભાઈ ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે બે બાળકો અને તેમની ભત્રીજા વહુને નાની મોટી ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે તમામ લોકોને ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે કિર્તીભાઈને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતને પગલે પેથાપુર પોલીસે મૃતકના નાના ભાઈ પ્રકાશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનાબેન-ચેતનભાઈને અમદાવાદની સાલ હોસ્પિટલમાં ખસેડાયા

અકસ્માતમાં કાર ચલાવતા ચેતનભાઈને પાસળીઓના ભાગે ઈજાઓ પહોંચી છે જ્યારે ભાવનાબેનને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. જેથી બંને વધુ સારવાર માટે અમદાવાદની સાલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

એરબેગ પણ જીવ ન બચાવી શકી!
અકસ્માત થતા કારની આગળની બંને એરબેગ ખૂલી ગઈ હતી. જેથી કિર્તીભાઈને માથા પર તો ઓછી થઈ હતી પરંતુ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં કારની આગળના ભાગનો કચ્ચરઘાણવળી ગયો છે. કારમાં પાછળ બેઠેલા ભાવનાબેનનું માથુ ભટકાતા તેઓને ઈજાઓ પહોંચી છે. જ્યારે નિકિતાબેન તથા બે બાળકો આબાદ બચાવ થયો છે.

ઇજાગ્રસ્તે અકસ્માત અંગે પરિવારજનને જાણ કરી હતી

કિર્તીભાઈને પાંચ ભાઈઓનો પરિવાર ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં રહે છે. અકસ્માત બાદ ચેતનભાઈના પત્ની નિકિતાબેને રાત્રે 3 વાગ્યે પોતાના કાકા સસરા પ્રકાશભાઈને ફોન કરીને અકસ્માત અંગે જાણ કરી હતી. નિકિતાબેન કહ્યું કે, ‘સામેથી આવતા વાહનોની લાઈટથી મારા પતિ અંજાઈ જતા કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી.’

વેપારીઓમાં મોટું નામ હતું

અકસ્માત થતા કારમાં બેઠેલા કિર્તીભાઈનુ મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે પાટનગર સહિત અન્ય વિસ્તારમાં મૃતક વેપારી કિર્તીભાઈનુ મોટું નામ હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો