સુરતમાં આર્થિક સંકળામણને લઇ સુરતના યુવા શાળા સંચાલકનો આપઘાત, સ્કૂલ ચલાવવા માટે 66 લાખની લોન લીધી હતી

સુરત શહેરના પાલીગામના ખાનગી શાળાના યુવા સંચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સ્કૂલ ચલાવવા યુવા સંચાલકે 66 લાખની લોન લીધી હતી પરંતુ કોરોના વાયરસની મહામારીમાં લોનના હપ્તા ભરી શકતા ન હોવાથી પોતે માનસિક તાણમાં આવી પોતાનું જીવન સંકેલી લીધું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના ગ્રામપુરાચી ગામના વતની અને સચિન વિસ્તારમાં આવેલ સિટી હોમ્સ સોસાયટી નજીક રાજ અભિષેકમાં રહેતા 31 વર્ષિય પુનિતભાઈ ત્રિવેણીપ્રસાદ શુક્લા પાલીગામમાં બ્રાઇટ સ્ટાર નામની સ્કૂલ ચલાવી રહ્યા હતા. પુનિતે જાન્યુઆરી મહિનામાં સ્કૂલ ચલાવવા માટે 66 લાખની લોન લીધી હતી. જે દર મહિને 1.60 લાખ રૂપિયાના હપ્તા ભરતા હતા. શરૂઆતમાં તો પોતે લોનના હપ્તા ભરીને ગુજરાન ચલાવી રહ્યા હતા.

એવામાં કોરોના વાયરસની મહામારી ચાલુ થતા શહેરની તમામ સ્કૂલ બંધ થઈ ગઈ હોવાથી પુનિતભાઈને કોઈ પણ આવક મળતી ન હતી. જેથી પોતે વારંવાર માનસિક તાણમાં આવી જતા હતા. ઉપરાંત પોતે લોનનો 1.60 લાખનો હપ્તો કઈ રીતે ભરશે તથા પોતે પરિવારનું ભરણ-પોષણ કઈ રીતે કરશે તેની ચિંતા વારંવાર સતાવતી હતી. જેના કારણે પુનિતે પોતાના ઘરે છતના હુક સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુનિત પોતાની દીકરી અને પત્ની સાથે સચિનમાં રહેતો હતો. જયારે પુનિતના માતા-પિતા પાંડેસરા વિસ્તારમાં રહેતા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રિક્ષા પલ્ટી મારતા યુવાનનું મોત

સુરત શહેરના ગોડદરા વિસ્તારમાં આવેલ કંઠી મહારાજ મંદિર પાસેથી પસાર થઇ રહેલ રિક્ષા એકાએક પલટી ખાઇ જતાં ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત રિક્ષાચાલકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. બનાવના પગલે મૃતકના પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાઇ ગયુ હતુ.

લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ સ્થાનિક કેશવનગરમાં આવેલ સોહ્મમ એપાર્ટમેન્ટમાં રહેતાં 32 વર્ષિય ગોવિંદા યુવરાજ સોનવણે માતા પિતા સાથે રહીને રિક્ષા ચલાવીને પરિવારને મદદરૂપ થતો હતો, ત્યારે ગત 30 ઓગષ્ટના રોજ સાંજે ગોવિંદા સોનવણે રિક્ષા લઇને ગોડદરાના કંઠી મંદિર પાસેથી પસાર થઇ રહયો હતો. એ સમયે તેની રીક્ષા એકાએક પલટી જતાં ગોવિંદાને માથાના ભાગે ઇજા પહોંચી હતી. અકસ્માત અંગેની જાણ થતાં યુવરાજ સોનવણે ઘટના સ્થળે દોડી આવીને પુત્ર ગોવિંદાને ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. સારવાર દરમિયાન ગોવિંદાનું મોત નિપજયુ હતુ. લિબાયત પોલીસે તેના મૃતદેહનું પીએમ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો