ખેડૂતોના સમર્થનમાં શીખ સંત રામ સિંહે આંદોલન સ્થળે આપઘાત કર્યો, સુસાઈડ નોટમાં લખ્યું – આ જુલમ વિરૂદ્ધનો અવાજ

ખેડૂત આંદોલન દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં 65 વર્ષના સંતે આત્મહત્યા કરી છે. તેમની ઓળખ કરનાલના સિંઘરા ગામના બાબા રામ સિંહ તરીકે થઈ છે. તેઓ ગુરુદ્વારા સાહિબ નાનકસરના સંત હતા. તેમના અનુયાયીઓની સંખ્યામાં લાખોમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સ્યુસાઇડ નોટ- આ પગલું ખેડૂતોના હક માટે અને સરકારી જુલમ વિરુદ્ધ, ખેડૂતોનું દર્દ જોઇને દુ:ખી છું…

‘ખેડૂતોનું દુ:ખ જોયું. પોતાનો હક મેળવવા રસ્તા પર પરેશાન છે. મારું હૃદય બહુ દુ:ખી છે. સરકાર ન્યાય નથી આપી રહી. જુલમ છે. જુલમ કરવો પાપ છે. જુલમ સહન કરવો પણ પાપ છે. ખેડૂતોને હક અપાવવા અહીં બધાએ યોગદાન આપ્યું છે. ઘણાંએ એવોર્ડ પરત કર્યા. તેથી આ દાસ (સંત બાબા રામ સિંહ) ખેડૂતોના સમર્થનમાં અને સરકારી જુલમ વિરુદ્ધ આત્મહત્યા કરી રહ્યો છે. મારું આ પગલું જુલમ વિરુદ્ધ અને ખેતી કરતા લોકોના હકમાં છે.’ વાહેગુરુ જી દા ખાલસા, વાહેગુરુ જી દી ફતેહ.

રામસિંહે ગોળી મારીને આત્મહત્યા કરી છે અને તેઓએ પંજાબી ભાષામાં એક સુસાઈડ નોટ લખી છે. જેમાં તેઓએ લખ્યું છે કે આ જુલમ વિરૂદ્ધ એક અવાજ છે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધ કમિટીના અધ્યક્ષ મનજિંદરસિંહ સિરસાએ આત્મહત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે.

સંત રામ સિંહે કોંડલી બોર્ડર પર આત્મહત્યા કરી. તેઓને લોકો પાનીપતની પોર્ક હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. તેમના મૃતદેહને કરનાલ લઈ જવામાં આવ્યો છે. રામ સિંહ બુધવારે સાથી ખેડૂતોની સાથે કારમાં કોંડલી બોર્ડર પહોંચ્યા હતા.

તેમના સાથી ગુરમીતે જણાવ્યું કે રામ સિંહે બધાંને કહ્યું હતું કે તમે સ્ટેજ પર જઈને અરદાસ કરો. ગુરમીતે કહ્યું કે- હું અરદાસ કરવા મંચ પર ગયો અને કારનો ડ્રાઈવર ચા પીવા માટે જતો રહ્યો. આ દરમિયાન રામ સિંહે પોતાને ગોળી મારી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો