ઓઢવમાં છોટાલાલની ચાલી પાસેથી યુવક-યુવતીની લાશ મળી આવી, યુવકના પરિવારજનો ધમકી આપતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

ઓઢવ સ્થિત છોટાલાલની ચાલી પાસે આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં લિવ-ઈન-રિલેશનશીપમાં રહેતા યુવક અને યુવતીએ આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પૂજાએ લખ્યું હતું કે‘હમ દોનો એક દુસરે સે બહુત પ્યાર કરતે થે, ઈન લોગોને હમે અલગ કર દિયા’. યુવકના કાકા અને પરિવારના સભ્યો ધમકી આપતા અને સાથે નહી રહેવા દેતા હોવાથી આપઘાત કર્યો હોવાનું પણ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. પોલીસેસ્યુસાઇડ નોટના આધારે લક્ષ્મણનાકાકા અને દિપકસહિત કુલ 6 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. જોકે, મુંબઈની યુવતી પૂજાએ કઈ રીતે આપઘાત કર્યો તે FSLના રિપોર્ટ બાદ માલુમ થશે.

સ્યુસાઇડ નોટના આધારે 6 શખ્સોની શોધખોળ

રાજસ્થાનનો યુવક લક્ષ્મણ ચૌધરી અને મુંબઈની યુવતી પૂજા તરકેશ 20 દિવસથી રૂપિયા 5 હજાર માસિક ભાડે ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. પુજાએ સ્યુસાઇડ નોટ લખ્યા બાદ આપઘાત કર્યો હતો પરંતુ તેનું મોત કેવી રીતે થયું તે સામે આવ્યું નથી. લક્ષ્મણના પરિવારના સભ્યો અમે સાથે રહીએ તેમાં રાજી નહોતા અને અમને અલગ પાડતા હતા. જેમાં લક્ષ્મણનો કોઈ વાંક નથી. તેવું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. આ સ્યુસાઇડ નોટ વાંચીને લક્ષ્મણ પણ આપઘાત કર્યો હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે લક્ષ્મણના પરિવારના સભ્યોની શોખખોળ હાથ ધરી છે.

ત્રણ વર્ષ પહેલા પૂજાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા

પોલીસ ફરિયાદ મુજબ પૂજાએ 10 વર્ષ પહેલા શિવકુમાર બાબુરાવ કસબે સાથે લગ્ન કર્યા હતા. લગ્નબાદ તેમણે ત્રણ સંતાનો થયા હતા. પતિ સાથે મનમેળ ન આવતા ત્રણ વર્ષ પહેલા છુટાછેડા લીધા હતા. ત્યારબાદ તે તેના ત્રણ સંતાનો સાથે રહેતી હતી. છેલ્લા આઠ મહિનાથી ગુજરાતમી ડોશીમાંની સાર સંભાળ માટે તેમના ઘરે મુંબઈમાં નોકરી કરતી હતી. ડોશીમાં અમદાવાદની હોવાથી તે ક્યારેક અમદાવાદ અપ-ડાઉન કરતી હતી.

‘હું હાલમાં મારા મિત્ર સાથે રહું છું’ તેવું ભાઈને ફોન પર જણાવ્યું હતું

પોલીસ ફરિયાદમુજબ પૂજાએ 4-10-19ના રોજ તેની માતાને ફોન કર્યો હતો અને તેના બાળકોની સારસંભાળ માટે કહ્યું હતું. તે દરમિયાન તેના ભાઈ અજય બબન તરકસે સાથે વાત થઈ હતી. ત્યારે પૂજાએ ‘હું હાલમાં અમદાવાદ ઓઢવમાં મારા મિત્ર સાથે રહું છું અને તેનું નામ લક્ષ્મણરામ બાબુરામ ચૌધરી છે અને તે રાજસ્થાનનો છે. તેની સાથે હું લગ્ન કરી લેવાની છું. પણ લક્ષ્મણના કાકા ભગારામ તથા તેના સંબંધી દિપક અને બીજા ચાર લોકો અમને હેરાન કરે છે. જેથી હું અને લક્ષ્મણ ત્યાં રહેવા આવીએ છીએ’ તેવું જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો