“અર્થવ્યવસ્થા પડી ભાંગે તો સાંસદો અને ધારાસભ્યોનો પગાર કાપો” જનતાની સરકારને સલાહ

સામાન્ય બજેટ પહેલા જનતાએ કેન્દ્ર સરકારને ઘણી રસપ્રદ સલાહો આપી છે. આ સલાહોમાં કહેવામાં આવ્યું છે કે, અર્થવ્યવસ્થામાં ઘટાડો થયો તો તેની ભરપાઇ સાંસદો અને ધારાસભ્યોના પગારમાંથી કરવામા આવે. એક અન્ય સલાહ છે સરકારી કર્મચારીઓના બિલ, સમાચાર પત્ર, સ્ટેશનરી વગેરે માટે મળતા ભથ્થાને બંધ કરી દેવામાં આવે.

ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણાકિય વર્ષ 2020-21ના બજેટના સામાન્ય જનતાની આશાઓ અને મહત્વકાંક્ષાઓનું બજેટ બનાવવા માટે સરકારી પોર્ટલ ‘માઇગવ ડોટ ઇન’ પર સલાહો મેળવવા માટે લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. શનિવારે (18 જાન્યુઆરી) રાત્રે 11 વાગ્યા સુધી 17800 સલાહો આવી ચૂકી છે.

રાહુલ રમેશ નામના વ્યક્તિએ અલગ-અલગ ધર્મોના લોકોને તીર્થયાત્રા માટે આપવામાં આવતી સબસીડી અને ધાર્મિક સંસ્થાઓને મળનારી ટેક્સમાં છૂટને સમાપ્ત કરવા માટેની સલાહ આપી છે. તેમણે સંબંધિત રકમનો ઉપયોગ શિક્ષા અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કરવાની સલાહ આપી છે.

વિજળી ઉપભોક્તાને સૌર પૈનલ મળે

વિપુલ વર્માએ સલાહ આપી છે કે, કોલસા અધિકારી વિજળી યંત્રો પર નિર્ભરતા ઘટાડવા માટે ખુબ જ સારા ”સિવિલ સ્કોર” વાળા ગ્રાહકોને સૌર પેનલ આપે. તેનો ખર્ચો વીજળીના બિલમાં ઘટાડા મુજબ ગ્રાહકો પાસેથી હપ્તા સ્વરૂપે વસૂલવો જોઈએ.

આ સલાહો પણ સામે આવી

  • કેન્દ્ર સરહદ પર ડ્યૂટી કરતા જવાનોને એક કરોડ રૂપિયાનો વીમો આપે
  • એફડી અને આરડી જેવી યોજનાઓ પર વ્યાજદર વધારવામાં આવે.
  • ખાનગી કંપનીઓને કૌશલ વિકાસ કેન્દ્ર ખોલવા માટે પ્રેરિત કરવામાં આવે
  • 75 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધોને મફતમાં સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ આપવામાં આવે.
  • રોજિંદા વસ્તુઓ પર જીએસટી દર ઘટાડવામાં આવે.
  • આઇઆઇએમ અને આઇઆઇટી વિદ્યાર્થીઓ માટે બે વર્ષ માટે નોકરી કરવી અનિવાર્ય કરવું જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો