ઘૂંટણના સાંધા બદલ્યા વગર જ જાપાની પદ્ધતિથી સફળ સારવાર, એક જ દિવસમાં દુખાવામાંથી રાહત મળી, દેશમાં આ પ્રકારે પ્રથમ વખત સારવાર કરાયાનો દાવો

અમદાવાદ: ‘સંધિવા’ તેમજ મોટી ઉંમરે ઘૂંટણમાં અસહ્ય દુખાવો થતાં મોટાભાગના લોકો ઘૂંટણની સર્જરી કરાવતાં હોય છે. ઘૂંટણનાં સાંધા ન બદલાવા માંગતી એક મહિલાએ બંને ઘૂંટણે ભૂવા પાસે કોલસાના 14 ડામ લીધા હતા. છેવટે શહેરના બે ડોક્ટરોએ મહિલાના ઘૂંટણના સાંધા બદલવાની સર્જરી વિના અદ્યતન જાપાની ‘જેનીક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન (જેએઇ)’ પદ્ધતિથી સારવારથી એક જ દિવસમાં દુખાવામાં 70થી 80 ટકા રાહત અપાવી. ભારતમાં આ પ્રકારની ટ્રીટમેન્ટ પ્રથમવાર કરાઇ હોવાનો ડોક્ટરનો દાવો છે.

ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડો. મોહલ બેંકર અને ડો. રોઝીલ ગાંધી જણાવે છે કે, ઘાટલોડિયામાં રહેતાં 60 વર્ષીય મધુબેન ઘૂંટણના અસહ્ય દુખાવાથી પીડાતા હતા, દરેક પ્રકારની દવા અને કસરત પણ નાકામ સાબિત થઇ હતી. પરંતુ, મહિલા કોઇપણ ભોગે ઘૂંટણના સાંધા બદલાવા માંગતા ન હતા, જેથી ઘૂંટણનાં દુખાવાથી બચવા માટે મહિલા એ ગામડામાં જઇને ભૂવા પાસે બંને પગમાં ઘૂંટણનાં 14 ડામ લેવા છતાં કોઇ ફરક પડ્યો ન હતો. જેથી અમારી પાસે આવ્યાં હતા, તેમના ઘૂંટણની તપાસ અને હિસ્ટ્રી લીધા બાદ અમે જાપાનમાં વર્ષ -2014માં ડો.યોકુનોએ વિકસાવેલી અત્યાધુનિક ‘જેનીક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન (જેએઇ)’ પધ્ધતિથી સારવાર કરતાં મહિલાને ઘૂંટણના દુખાવાથી 70થી 80 ટકા મુક્તિ મળી છે. 45થી 50 મિનિટની સારવાર બાદ દર્દી તરત જ પોતાના ઘરે જઇ શકે છે.

દુખાવો હોય તે ભાગમાંથી પસાર થતી રક્તનળીની એન્જિયોગ્રાફી કરાઈ

આ પદ્ધતિમાં ઘૂંટણના જે ભાગમાં દુખાવો હોય, તે ભાગમાંથી પસાર થતી રક્તનળીમાં એન્જિયોગ્રાફી કરીને તેને નાના-નાના પાર્ટીકલથી બંધ કરાય છે. ઘૂંટણના સાંધાની નળીમાંથી નીકળતા ‘સાયટોકાઇન’નું પ્રમાણ વધુ હોય તો તે ઘૂંટણની ગાદીને ઘસારો પહોંચાડે છે. જેથી નળી બંધ કરવાથી ‌‘સાયટોકાઇન’ (શરીરનું રિએક્શન) નીકળવાનું બંધ થાય છે. સારવાર બાદ દર્દીને દુખાવાની તકલીમાં 70થી 80 ટકા રાહત થાય છે.

90 વર્ષ સુધીના દર્દી સારવાર કરાવી શકે

30થી 90 વર્ષની વ્યકિતમાં આ પદ્ધતિથી સારવાર શક્ય બને છે. શરીરનાં સાંધાનો દુખાવો અને રમતવીરોમાં આ પદ્ધતિ કારગર છે. પરંતુ, ધૂમ્રપાન કરતાં લોકો અને ઘૂંટણના સાંધાનો ઘસારો એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યો હોય તેવા લોકોમાં આ પદ્ધતિ કામ કરતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો