400થી વધુ રેસ્ટોરન્ટ્સમાં ડિસ્કાઉન્ટ, આ પટેલ મિત્રોએ બનાવી અનોખી App

અમદાવાદઃ તમે કોઇ ડિસ્કાઉન્ટ ઓફર વાંચીને તે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ અને ત્યાં તમને તમારી ચોઇસનું નહીં પરંતુ હોટલવાળાની ચોઇસના મેનૂ પર ડિસ્કાઉન્ટ મળે તો તમને ચોક્કસ ગુસ્સો આવે. આવા સંજોગોમાં તમે શું કરો, બહુ બહુ તો તે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું ટાળો પરંતુ અમદાવાદના ચાર મિત્રોએ કંઇક અલગ જ વિચાર્યું અને તેમાંથી બની OSD ( one stop discount ) App.

આ ચાર મિત્રોની કમાલ

અમદાવાદના હાર્દિક પટેલ, મયુર પટેલ, તેજસ પટેલ અને વિશાલ પટેલ એક વાર હોટલમાં સાઉથ ઇન્ડિયન જમવા ગયા. ત્યાં રેસ્ટોરન્ટવાળાએ તેમને એક ઢોંસા પર એક ઢોંસો ફ્રી એવી ઓફર કરી. પરંતુ એક મિત્રને ઇડલી ખાવી હતી જેની પર કોઇ ઓફર નહોતી. ત્યાર બાદ આ મિત્રોને એવો વિચાર આવ્યો કે રેસ્ટોરન્ટમાં કોઇ ચોક્કસ વાનગી પર નહીં પરંતુ આપણી ચોઇસનાં કોઇપણ મેનૂ પર ડિસ્કાઉન્ટ હોવું જોઇએ. આ ચાર મિત્રોએ આ દિશામાં વિચારીને એક એપ્પ તૈયાર કરી જેનું નામ છે OSD ( one stop discount ).

આ Appની ખાસિયત એ છે કે તેમાં તમે રેસ્ટોરન્ટમાં જઇને કંઇપણ ખાઓ ટોટલ બિલ પર સીધું જ ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી જાય છે. એટલું જ નહીં તેમાં કોઇ છુપા ચાર્જ પણ સામેલ નથી.આ ડિસ્કાઉન્ટ 10 ટકા, 20 ટકા કે 25 ટકા પણ હોઇ શકે છે. તો એકની સાથે એક ફ્રીની સ્કીમ પણ હોઇ શકે છે. App ડેવલપર મયુર અને હાર્દિક પટેલે જણાવ્યું કે ઓએસડી App થ્રુ ડિસ્કાઉન્ટનું નવું પ્લેટફોર્મ છે. જેમાં ગ્રાહકને સીધું જ ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી જાય છે. વળી આ App બિલકુલ સિક્યોર છે કારણ કે તેમાં ગ્રાહકે કોઇ એડવાન્સ ચુકવણી કે બેન્કની માહિતી આપવાની હોતી નથી. ફક્ત બિલ કાઉન્ટર પર એપ ઓપન કરી કૂપન દર્શાવો અને ડિસ્કાઉન્ટનો લાભ લો. આ Appના અત્યાર સુધીમાં કુલ 48,000 યૂઝર્સ રજિસ્ટર થઇ ગયા છે. આ ચારેય મિત્રો ફૂડ, આઇટી, માર્કેટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને અમદાવાદના જ છે. હાલ અમદાવાદ, ગાંઘીનગર, આણંદ, નડિયાદ, વડોદરામાં રહેતા Foodiesને તેનો લાભ મળી રહ્યો છે અને ટૂંક સમયમાં જ સુરત સહિત રાજયના અન્ય શહેરોની

રેસ્ટોરન્ટ્સને પણ તેમાં આવરી લેવાશે તેમ મયૂર પટેલ જણાવે છે.

OSD Appનો ઉપયોગ કેવી રીતે કરશો ?

૧. OSD એપ્લિકેશન માં સમાવેલ Restaurant/Café/Deserts/Saloon માંથી કોઈ પણ એક Restaurant/Café/Deserts/Saloon ની મુલાકાત લો.

૨. તમારા બિલ નું ચુકવણું કરતી વેળાએ OSD App open કરી ને જે તેrestaurant/Café/Deserts/Saloon ના Cashier/Manager ને કૂપન બતાવો.

૩.Restaurant/Café/Deserts/Saloon ના Cashier/Manager કૂપન Redeem કરશે અને તમારા બિલ માંથી એપ માં જણાવેલ % ની રકમ નું ડિસ્કાઉન્ટ આપશે.

4.OSD App Download કરવા માટે http://onelink.to/vrdkpx લિંક પર ક્લિક કરો

અહીં પણ મળશે ડિસ્કાઉન્ટ

OSD App દ્ધારા હાલ અમદાવાદ, ગાંઘીનગર, આણંદ, નડિયાદ અને વડોદરાની 400 કરતાં પણ વધુ  હોટેલ્સ/રેસ્ટોરંટ્સ/ઢાબા/સ્પા-સલુન/ફેશન જેવી કે sankalp , Qwiches, U S Pizza, Sam Pizza , William John’s pizza પર ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકાય છે.

ઓએસડીના ફાઉન્ડર્સ પૈકીના એક વિશાલ પટેલ
હાર્દિક પટેલ ઓએસડીમાં આઇટી સંબંધિત મહત્વનો રોલ સંભાળે છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો