પરિશ્રમનું પરિણામઃ પુસ્તકો ખરીદવાના પણ નહોતા પૈસા, જાત મહેનતથી ખેડૂતની દીકરીએ UPSCની પરીક્ષા પાસ કરી

જરૂરી નથી કે તમારી પાસે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય તો જ તમે તમારા સપનાને આંબી શકો. સપનાને પૂરા કરવા માટે કોઈ વસ્તુની જરૂર હોય તો તે છે માત્ર અને માત્ર ‘મહેનત’. મહેનત વગર જીવનમાં તમને કંઈ જ મળતું નથી. કેરળના પિરવોમના નાનકડા ગામ પંપાકુડામાં રહેતા એનિસ કનમની જોયની વાત પણ કંઈક આવી જ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

એનિસના પિતા ખેડૂત છે અને તેઓ એવા પરિવારમાં ઉછર્યા છે જ્યાં પરિવાર પાસે પુસ્તકો ખરીદી શકાય એટલા પણ પૈસા નથી. આ બધી અડચણો છતાંય તેમણે UPSC સિવિલ સર્વિસ એક્ઝામ બીજા જ પ્રયાસમાં પાસ કરી છે. UPSCને સૌથી કઠિન પરીક્ષા માનવામાં આવે છે અને આ પરીક્ષા એનિસે કોચિંગ ક્લાસ વગર પાસ કરીને બતાવી છે. આટલું જ નહીં તેમણે દેશમાં 65મો રેન્ક પણ મેળવ્યો છે.

પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી એનિસના માતા પણ ખેત-મજૂર તરીકે કામ કરે છે. નાનપણથી જ એનિસ હોશિયાર હતા અને તેઓ ડોક્ટર બનવા માગતા હતા. સ્કૂલ પૂરી થયા બાદ તેમણે MBBSની ટેસ્ટ આપી હતી, જેમાં તેઓ ફેલ થઈ. જે બાદ, તેમણે B.Scમાં ગ્રેજ્યુએશન કર્યું અને નર્સ બન્યા.

એનિસ નર્સ તરીકે નોકરી કરીને ખુશ નહોતા. તેમણે જીવનમાં કંઈક અલગ કરવાનું સપનું સેવ્યું હતું, તેઓ બીજા લોકોને મદદ કરવા માગતા હતા. જ્યારે એનિસ ટ્રેન દ્વારા ટ્રાવેલ કરી રહ્યા હતા ત્યારે બે લોકો સાથે વાતચીત કરતાં તેમણે UPSC સિવિલ સર્વિસ એક્ઝામ વિશે સાંભળ્યું.

એક વખત IASની પરીક્ષાની તમામ માહિતી મેળવ્યા બાદ એનિસ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા. પુસ્તકો ખરીદવાના પૈસા તો હતા નહીં અને તેથી તેમણે ન્યૂઝપેપર વાંચીને તૈયારી કરવાનું શરૂ કર્યું.

UPSC સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કરવી તે જરાય સરળ નથી. પરંતુ પોતાનું સપનું સાકાર કરવા માટે એનિસ કલાકો સુધી ન્યૂઝ પેપર વાંચવા લાગ્યા. તે એડિટર પેજ અને દેશ-વિદેશની વર્તમાન સ્થિતિ પર બરાબર નજર રાખતા. તેમણે પહેલા પ્રયાસમાં 580મો રેન્ક મેળવ્યો, પરંતુ આ રિઝલ્ટથી તે ખુશ નહોતા. તેમણે ફરીથી એક્ઝામ આપી અને દેશમાં 65મા નંબરે આવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો