ગુજરાતના આ દાદા દેશવાસીઓ માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બીપીની બીમારી હોવા છતાં 92 વર્ષના વૃદ્ધે કોરોનાને મ્હાત આપી

જ્યાં સમગ્ર દેશમાં કોરોનાનું નામ પડતાં જ લોકો ફફડી ઉઠે છે. તેવામાં અમદાવાદમાંથી એક ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં 92 વર્ષનાં વૃદ્ધે કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં તેઓને છેલ્લા 35 વર્ષથી બ્લડપ્રેશરની બીમારી છે. તેમ છતાં તેઓએ મક્કમ મનોબળ સાથે કોરોનાને મ્હાત આપી છે. જે સૌ ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે એક પ્રેરણાસ્ત્રોત છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આપણા સગાંમાં કે આસપાસમાં કોઈને પણ કોરોના પોઝિટિવ હોય તો આપણે તરત જ ગભરાઈ જઈએ છે. અને પેનિક મોડમાં આવી જઈએ છીએ. લોકો એવું સમજે છે કે કોરોના થયો એટલે ગયા જ સમજો. ત્યારે લોકોની આવી માનસિકતા સામે અમદાવાદના 92 વર્ષનાં વૃદ્ધ સુમનચંદ્ર વોરા એક પ્રેરણાનું એક ઉત્તમ ઉદાહરણ છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ તેઓએ પોઝિટિવ વિચારો સાથે કોરોનાને મ્હાત આપી છે.

92 વર્ષના સુમનચંદ્ર વોરા નિવૃત શિક્ષક છે. અને તેમના પુત્ર સહિતનો પરિવાર તમામ ડોક્ટર છે. તેઓ છેલ્લા 35 વર્ષથી બ્લડપ્રેશરની બીમારીથી પણ પીડાય છે. આ ઉપરાંત તેઓએ કાર્ડિયાક તથા એન્જિયોપ્લાસ્ટીની સારવાર પણ લઈ લીધી છે.

આ અંગે સુમનભાઈના પુત્ર નીતિનભાઈના કહેવા અનુસાર, તેમના પિતાને કોરોના હોવાનું નિદાન થયા બાદ ગત તા. 10મી એપ્રિલે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નીતિનભાઈના કહેવા અનુસાર, રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓ માટે આ સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે દર્દીઓ કોરોના થયો હોવાની વાત સાંભળતા જ અડધી હિંમત હારી જતા હોય છે. ત્યારે પિતાજીએ મનથી સ્વીકાર કર્યો કે તેમને કોરોના થયો છે અને તેની સામે લડવાનું છે, એટલું જ નહીં, જીતવાનું પણ છે. હોસ્પિટલના કર્મચારીઓની કાળજી અને પિતાજીનો આત્મવિશ્વાસ રંગ લાવ્યા. જો મનમાં આ વિશ્વાસ કેળવવામાં આવે, તો ખરેખર આ બીમારીમાંથી ઝડપથી સ્વસ્થ થઈ શકાય તેમ છે. મારી પત્ની વત્સલા, જે ખુદ પણ એક ડૉક્ટર છે. તેને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને આજે એ પણ સ્વસ્થ થઈને અમારી સાથે જ છે.

આજે પણ ભગવદગીતાનાં 12મા અને 15મા અધ્યાયનું નિયમિત પઠન કરતાં સુમનદાદાને પૂછીએ કે, હોસ્પિટલમાં સમય કેવી રીતે પસાર થતો અને પ્રસન્ન કેવી રીતે રહેતા? તો કહે કે, મારો પરિવાર છે ને મારી સાથે, એનાથી શક્તિ મળી રહેતી. હોસ્પિટલમાં પણ તમામ વ્યવસ્થાઓ ખૂબ સારી હતી. નિયમિત રીતે સારસંભાળ રાખવામાં આવતી હતી. એટલે કોઈ ચિંતા નહોતી. આટલું ઓછું હોય તેમ મારી પૌત્રી જૂનાં ગીતો સંભળાવતી, જેના થકી મારું મન પ્રફુલ્લિત રહેતું.

આ બધાની વચ્ચે સૌથી વધુ ખુશ તો સુમનદાદાની 16 વર્ષની પૌત્રી છે. જેના જન્મદિવસે જ દાદા સ્વસ્થ થઈને હોસ્પિટલેથી ઘરે પરત આવતાં, આટલાં વર્ષમાં આ તેની સૌથી શ્રેષ્ઠ બર્થડે ગિફ્ટ છે.

સુમનભાઈનો પરિવાર તબીબીક્ષેત્ર સાથે સંકળાયેલો છે. વર્તમાન પરિસ્થિતિમાં તેઓ બે બાબતો પર ભાર આપે છે. એક, કોરોના સામે લડવા માટે ફિલ્મ ‘શોલે’નો ગબ્બરસિંઘનો ડાયલોગ યાદ રાખવો જરૂરી છે, ‘જો ડર ગયા, સમજો મર ગયા…’ મતલબ, કોરોનાથી ડરવાનું નથી. તેની સામે લડવાનું છે. અને બીજી એ કે, જ્યાં સુધી કોરોનાની રસી ન શોધાઈ જાય, ત્યાં સુધી એક સૂત્ર ગાંઠે બાંધી લેવું પડશે, ‘લિવ વિથ કોરોના ઍન્ડ લવ વિથ કોરોના.’ એટલે કે, કોરોનાની સાથે જીવતા શીખી જવું પડશે અને જેમને કોરોના થયો છે, તેમનાથી દૂર ભાગવાના બદલે પ્રેમ, હૂંફ, લાગણી અને સારવાર દ્વારા કોરોના સામે લડવાની તેમની માનસિક ક્ષમતામાં વધારો કરવાથી જ કોરોના સામેની આ જંગ જીતી શકાશે. ત્યાં સુધી ‘લર્ન ટુ લિવ વિથ કોરોના ઍન્ડ લવ વિથ કોરોના’.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો