હું શું કરું મને એ સમજાતું નથી, હું તળાવ ખોદાવવા જાવ કે તીડ ઉડાડવા જાવ- શિક્ષકની વ્યથા રજૂ કરતો વિદ્યાર્થિનીનો વીડિયો વાઈરલ

હિંમતનગરના મોતીપુરા ગામની મોડર્ન સ્કૂલની એક વિદ્યાર્થિનીનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં વિદ્યાર્થિની શિક્ષકની વ્યથા રજૂ કરતી જોવા મળે છે. વિદ્યાર્થિની કહે છે વર્તમાન સમયમાં શિક્ષક કરે તો શું કરે, કેટલીક જવાબદારી પુરી કરે, શાળામાં ભણાવવા સિવાય પણ કેટલી કામગીરી હોય છે તેની આ વાત છે વર્ગમાં જાવ છું, શાળામાં જાવ છું તો મને સમજાતું નથી કે હું શું કરું?, સફાઈ કામ કરાવું, યોગ કરાવું, પ્રાર્થના કરાવું કે પછી તાત્કાલિક માંગેલી શિષ્યવૃત્તિની માહિતી આપું.. હું શું કરું મને એ સમજાતું નથી, હું શાળા પ્રવેશોત્સવ કરું, બાળ મેળો કરું, ગુણોત્સવ કરું કે પછી ગુણોત્સવનું નવું વર્ઝન 2.0 કરું. હું શું કરું મને એ સમજાતું નથી… હું એકમ કસોટી લઉં, કસોટી તપાસું, પુનઃકસોટી લઉં કે પછી વાલીની સહી બાકી છે એવા વાલીને શાળામાં પરાણે બોલાવીને તેમની સહી કરાવું, હું શું કરું… મને એ સમજાતું નથી… હું શિક્ષકોની હાજરી ઓનલાઈન કરું, બાળકોની હાજરી ઓનલાઈન કરું, મધ્યાહન ભોજનના બાળકોની સંખ્યા ઓનલાઈન કરું, એકમ કસોટીના માર્ક્સ ઓનલાઈન કરું…

‘હું વસતિ ગણતરી કરવા જાવ કે હું શૌચાલયની ગણતરી કરવા જાવ…’

વિદ્યાર્થિની આગળ કહે છે, હું ગાંધી સપ્તાહની ઉજવણી કરું, સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરું કે પછી ભાષાદીનની 100 દિવસની ઉજવણી કરું, હું શું કરું…મને એ સમજાતું નથી…BLOની કામગીરી કરું, હું વસતિ ગણતરી કરવા જાવ, ગામમાં કેટલા અભણ છે તેની ગણતરી કરું કે પછી નિષ્ઠાની તાલીમમાં જાવ હું શું કરું… મને એ સમજાતું નથી…હું તળાવ ખોદાવવા જાવ, હું શૌચાલયની ગણતરી કરવા જાવ કે પછી તીડ ઉડાડવા જાવ, હું શું કરું…મને એ સમજાતું નથી…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો