સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો, ‘ટીચર મારવાના છે’ કહીં અન્ય વિદ્યાર્થીઓએ ડરાવતા ધોરણ 7ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો

કોસમાડા ગામની 13 વર્ષની તરૂણીને પેટમાં દુ:ખતા એક દિવસ શાળામાં રજા પાડી હતી. બીજા દિવસે શાળામાં જતા બીજા વિદ્યાર્થીઓએ ટીચર મારવાના હોવાનું જણાવી ડરાવતા હતા. આ ઘટનાથી માઠું લાગી આવતા તરૂણીએ ઘરે આવી ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. શાળામાં વિદ્યાર્થીઓ ટીચર મારવાના હોવાનું કહીં ડરાવતા હોવાનો ઉલ્લેખ વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ ઉલ્લેખ પણ કર્યો છે.

લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી ફાંસો ખાધો

કોસમાડા ગામે સરદાર આવાસ ફળીયામાં અનિલભાઇ હસુભાઇ રાઠોડ પત્ની સોનલબેન અને 2 દીકરી સાથે રહે છે. દીકરી સુહાની (ઉ.વ.13) ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતી હતી. જયારે તેનાથી નાની રાધા (ઉ.વ.11) ધોરણ 5માં અભ્યાસ કરે છે. સોમવારે સુહાની રાઠોડને પેટમાં દુઃખાવો થતો હોય શાળામાં રજા પાડી હતી. દરમિયાન ગત રોજ ઘરમાં લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી 13 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. માતા-પિતાને જાણ કરાતા તાત્કાલિક સ્થળ પર આવી ગયા હતા. પલંગ પરથી સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં શાળામાં બાળકો ટીચર મારવાના છે તેમ કહીં ડરાવતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કામરેજ પોલીસે આ મામલે વધુ તપાસ આગળ હાથ ધરી છે.

સુસાઈડ નોટમાં શું લખ્યું છે?

મમ્મી-પપ્પા સોરી, બધા મને નિશાળમાં બીવરાવીયા કરતે હૈ, ને બધા કેટા કે તને તીચર મારવાના હૈ, એટલે પપ્પા મેં નથી જીવવાની. પપ્પા તમારી એક પોરી રાધલી, રિધલીને કોઇ મારતુ ની. મારા સપના પુરા કરજો.

સુહાની ભણવામાં હોશીયાર હતી

પરિવારજનોએ જણાવ્યું હતું કે, સુહાની ભણવામાં હોશીયાર હતી. સોમવારે પેટમાં દુઃખાવા કારણે રજા પાડી હતી. બીજા દિવસે શાળાએથી ઘરે આવી આવું પગલું ભરી લીધું હતું. શાળામાં ખૂબ જ સારી રીતે ભણાવવામાં આવ છે. જોકે, તેની સાથે ભણતા વિદ્યાર્થીઓએ ડરાવતા આવું આકરું પગલું ભર્યું હોવાનું લાગે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો