અસહનશીલતાની પરાકાષ્ઠા: સુરતમાં પિતાના ઠપકા બાદ 10માં ધોરણમાં ભણતા દીકરાએ આપઘાત કર્યો, વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

સુરત (surat) શહેરમાં એક હ્રદય દ્વાવક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો કરૂણ અને ચેતવણી સમાન છે. ખાસ કરીને તરૂણ અને તરૂણીઓના માતાપિતા (Parents) માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. શહેરમાં એક 10માં ધોરણના વિદ્યાર્થીએ પિતાના (Student suicide Surat) ઠપકા બાદ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ખૂબ સામાન્ય બાબતમાં આ તરૂણે આપઘાત કરી લેતા માતાપિતાની દુનિયા લૂંટાઈ ગઈ છે. મૃતક બાળક માતાપિતાનું એક માત્ર સંતાન હતું અને આ સ્થિતિમાં જે ઘટના ઘટી તે કાળજું ચીરી નાખે એવી છે.

બનાવની વિગત એવી છે કે શહેરના વેસુ વિસ્તારમાં આવેલા ફ્લોરેન્સ એપાર્ટમેન્ટમાં ઝુનઝુનવાલા પરિવાર રહે છે. આ પરિવારને સંતાનમાં એક માત્ર પુત્ર હતો. વિકાસ ઝુનઝુનવાલાનો દીકરો તનુષ 10માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. જોકે, ગતરોજ સવારે તે સાયકલ ચલાવવા માટે પોતાના મિત્રો સાથે ગયો હતો. આ ઘટના પરિવાર માટે જીવલેણ સાબિત થઈ છે.

તનુષ પરત આવ્યો ત્યારબાદ પિતાએ તેને આ બાબતે ઠપકો આપ્યો હતો અને સાયકલ ચલાવવા જવાની ના પાડી હતી. જોકે, પુત્રને પિતાનો આ ઠપકો એવો લાગી આવ્યો હતો કે તેણે ઘરમાં બપોરે પોતાના રૂમમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ પરિવારે તેને તાત્કાલિક સારવાર માટે દાખલ કર્યો હતો પરતુ તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

બનાવની જાણ થતા ઉમરા પોલીસ સિવિલ હૉસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પિતાએ સાઇકલ ચલાવવા માટે આપેલો ઠપકો જીવલેણ સાબિત થયો હોવાનું સામે આવ્યું છે. મોબાઇલ અને ઇન્ટરનેટની દુનિયામાં રચ્યા પચ્યા રહેતા કિશોર અને કિશોરીઓના માતાપિતા માટે આ ઘટના ચેતવણી સમાન છે.

જોકે, મનોચિકિત્સકોના મતે આ ઘટના અસહનલીલતાની પરાકાષ્ઠા છે. બાળકો દિનપ્રતિદિન ચીડિયા અન જીદ્દી બનતા જઈ રહ્યા છે જેનું એક કારણ ગેજેટ્સનો વધારે પડતો ઉપયોગ છે. આ કારણોસર બાળકોમાં સહનશીલતાનો અભાવ જોવા મળી રહ્યો છે. જોકે, આ ઘટનામાં અન્ય કોઈ કારણ પણ હતું કે કેમ તે તો પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો