અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં પણ ખડેપગે ફરજ બજાવી રહેલ પોલીસ માટે યુવકે કર્યું અનોખું કામ, જાણીને તમને પણ નવાઈ લાગશે

હાલ ગુજરાત સહિત આખા દેશમાં ચીનથી ફેલાયેલ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમીએ પણ પોતાની અસર દેખાડવાનું શરૂ કર્યું છે. લોકડાઉન રહેતા લોકો પોતાના ઘરમાં છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. પરંતુ તેમ છતા લોકોને ઉકળાટ મારતી ગરમીનો અનુભવ ઘરમાં પણ થઈ રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

હાલની ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે રાજ્યની પોલીસ ખડેપગે છે અને લોકો લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહે તે માટે સજ્જ છે. પોલીસ કાળઝાળ ગરમીમાં પણ 24 ક્લાક પોતાની ફરજ બજાવી રહી છે. રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને કેટલીક જગ્યાએ તો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના એક યુવાને પોલીસ માટે ડિજિટલ છત્રી (Umbrella) તૈયાર કરી છે.

માહિતી મુજબ એલ.જે.એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ આદીબ મન્સુરીએ સોલાર પેનલથી ચાલતી અમ્રેલા તૈયાર કરી છે. જેનાથી આઠ ક્લાક સુધી વીજળી મેળવી શકાય છે. છત્રીમાં 2 મેગાવોટની 6 સોલાર પેનલ લગાવવામાં આવી છે. જેનાથી પંખો ચલાવીને ગરમીના સમયમાં પોલીસ રાહત મેળવી શકે છે. સાથે સાથે મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ પણ મુકવામાં આવ્યા છે. જેથી રસ્તામાં મોબાઇલ ક્યા ચાર્જ કરવો તેની મુશ્કેલીમાંથી પોલીસ આના દ્વારા નિશ્ચિંત બની શકે છે. હાલમાં જુહાપુરા ખાતે આ છત્રીને મુકવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો