અમદાવાદમાં શિક્ષક બન્યો હવસનો ગુરુ, દાખલા શીખવાના બહાને 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

બાવળામાં કલાસીસનાં શિક્ષકે પોતાના ત્યાં ટયુશનમાં આવતી સગીરાને પોતાના ઘરે દાખલા ગણવા બોલાવીને તેની સાથે દુષ્કર્મ કરતાં આ ઘટનાની જાણ સગીરાનાં માતા-પિતાને થતાં તેઓએ બાવળા પોલીસમાં શિક્ષક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળામાં પંચશીલ સોસાયટીમાં રહેતાં દર્શનભાઇ જયેશભાઇ સોની શ્રીનગર સોસાયટીમાં સહજાનંદ કલાસીસ અને બાવળાની ગર્લ્સ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો. તેના કલાસીસમાં બાવળામાં રહેતી 15 વર્ષની સગીરા ટ્યુશન જતી હતી. આ સગીરાને તારીખ 19/12/19નાં રોજ સવારે પોણા છ વાગે ટયુશનમાંથી ઘરે આવી ત્યારે તેને ચક્કર આવતાં તે સૂઈ ગઈ હતી અને પછી તે સ્કૂલે ગઈ હતી.

સગીરા એક્ટીવા લઈને ઘરેથી નીકળી હતી

સાંજે ટ્યુશનથી ઘરે આવ્યા બાદ સગીરાને ચક્કર આવતાં તે સૂઈ ગઈ હતી. બીજા દિવસે સ્કૂલમાં પણ ચક્કર આવતાં સગીરાની મિત્ર તેને ઘરે મૂકી ગઈ હતી. ઘરે આવીને તેની મિત્રએ સગીરાની માતાને કહ્યું કે, હવેથી તેને ટ્યુશન મોકલતાં નહીં.

26મી જાન્યુઆરીએ બપોરે ત્રણ વાગે સગીરાએ તેની મમ્મીને કહ્યું કે હું ગામમાંજ રહેતાં તેના મોટા મમ્મીનાં ઘરે બેસવા માટે જાવ છું તેમ કહીને એક્ટીવા લઈને ઘરેથી નીકળી હતી. થોડીવારમાં સગીરાનાં પિતા ઘરે આવીને પૂછયું કે આપણી દિકરી ક્યાં ગઈ છે. જેથી કહ્યું કે તેના મોટા મમ્મીનાં ઘરે ગઈ છે. જેથી તેમણે ફોન કરીને પૂછયું હતું કે અમારી દિકરી ત્યાં આવી છે ત્યારે તે અહીં નથી આવી તેમ કહેતાં તેમને શંકા ગઇ હતી અને તે તરત જ શ્રીનગર સોસાયટીમાં ચાલતાં ટ્યુશન કલાસીસે તપાસ કરવા માટે ગયા હતાં.

સગીરાનાં પિતાને જોઈ જતાં શિક્ષક પાછળના દરવાજેથી નાશી છૂટયો હતો

જઈને તપાસ કરી તો સગીરાનું એકટીવા બહાર હતું નહીં અને કોઈ ત્યાં હાજર હતું નહીં. જેથી સીધા શિક્ષણનાં રહેઠાણ વાળા ઘરે પંચશીલ સોસાયટીમાં તપાસ કરવા માટે ગયા હતાં. શિક્ષકનાં ઘરે પહોંચીને જોયું તો સગીરાનું એકટીવા ઘરની બહાર પડયું હતું જેથી ઘરમાં તપાસ કરતાં મકાન અંદરથી બંધ હતું જેથી બહારથી ખખડાવતાં દરવાજો ખોલતાં જ સગીરાનાં પિતાને જોઈ જતાં શિક્ષક પાછળના દરવાજેથી નાશી છૂટયો હતો અને સગીરાએ જણાવ્યું કે મને દાખલા ગણવા માટે ઘરે બોલાવી હતી.

મને ઘરમાં બોલાવીને મારી સાથે દુષ્કર્મ કર્યું હતું:સગીરા

હું ઘરે આવતાં તેમણે ઘરનાં દરવાજો અંદરથી બંધ કરી દઇને મને શેટી ઉપર સૂવડાવી દઇને કીસ કરીને શરીરે અડપલા કરતાં હતાં અને દરવાજો ખખડાવવાનો અવાજ આવતાં તે ભાગી ગયો હતો અને વધારે પૂછપરછ કરતાં સગીરાએ જણાવ્યું કે તેઓ એ તારીખ 19/12/19નાં રોજ હું ટ્યુશન ગઈ હતી. ત્યારે પણ મને ઘરમાં બોલાવીને મારી સાથે દુષ્કર્મ કર્યું હતું અને સ્કુલમાં પણ મને અવાર-નવાર લાઇબ્રેરીમાં બોલાવતો હતો. આ વિગતો જાણતાં જ તેમના પગ નીચેથી ધરતી ઘસી ગઇ હતી. જેથી તેના પિતાએ સગીરાને 27 તારીખની સાંજે બાવળા પોલીસ સ્ટેશનમાં જઇને શિક્ષક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી શિક્ષકને પકડી પાડી જેલનાં સળીયા પાછળ ધકેલી દઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો