સુરતમાં સ્કૂલની છાત્રાનું ક્લાસમાં અચાનક ઢળી પડતાં મોત, પરીવારજનોએ આંખોનું દાન કર્યું

અબ્રામાની પી.પી. સવાણી વિદ્યાલયમાં ચાલુ ક્લાસમાં અભ્યાસ કરતા કરતા ધો.7ની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી હતી. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા કામરેજ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને બાળકીના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. વિદ્યાર્થિનીના પરિવારે તેની આંખોનું દાન કરી માનવતા મહેકાવી હતી.

12 વર્ષીય રિમ્પલ ધો. 7માં અભ્યાસ કરતી હતી

સરથાણા લક્ષ્મીનગર સોસાયટી ખાતે રહેતા ભાવેશભાઈ સાંગાણીની 12 વર્ષીય પુત્રી રિમ્પલ અબ્રામાની પી.પી.સવાણી હાઇસ્કૂલમાં ધો. 7માં અભ્યાસ કરતી હતી. મંગળવારે સવારે તે સ્કુલમાં ક્લાસરૂમમાં વક્તૃત્વ આપ્યા બાદ પોતાની જગ્યાએ બેન્ચ પર બેસ્યા બાદ ઢળી પડી હતી. રિમ્પલને તાત્કાલિક પી.પી.સવાણી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.

રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે

કામરેજમાં બાળકીના મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. સિવિલમાં પોસ્ટમોર્ટમ કરનાર ડો. એમ.સી. ચૌહાણે જણાવ્યું હતું કે બાળકીને ઇજાના કે અન્ય કોઈ નિશાન નથી મળી આવ્યા. હાલ હિસ્ટો પેથોના સેમ્પલ લીધા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. રિમ્પલના પરિવારે તેની આંખોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. લોક દ્રષ્ટી ચક્ષુ બેંક દ્વારા રિમ્પલની બન્ને આંખોનું દાન સ્વિકારાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો