વિદ્યાનગરની બોયઝ હોસ્ટેલની ઘટના : યુવતી ઉચ્ચ જ્ઞાતિની હોઈ ભૂલી જવાની વાત કરતા યુવકને લાગી આવતા ગળાફાંસો ખાઈ લીધો

વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પ્રેમમાં નિષ્ફળ ગયેલા 24 વર્ષીય ઈકોનોમિક્સના વિદ્યાર્થીએ સોમવારે સવારે રૂમમાં પંખા સાથે કપડાં સૂકાવવાની દોરીનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ લીધો હતો. રૂમમાંથી એક પાનાંની સુસાઈડ નોટ મળી હતી. રૂમમાંથી મળેલી સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ લખ્યું હતું કે, શું વસાવાના છોકરાને પ્રેમ કરવાનો અધિકાર નથી? યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં મૂળ દેડિયાપાડાના કાલ્લી ગામનો વિદ્યાર્થી વિપુલ મનુભાઈ વસાવા રહેતો હતો.

રૂમ પાર્ટનર કોલેજથી આવ્યા ત્યારે તેમના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો

યુનિવર્સિટીના ઈકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. સોમવારે બપોરે તેની સાથેના રૂમ પાર્ટનર કોલેજથી પરત રૂમ પર આવ્યા ત્યારે તેમના રૂમનો દરવાજો અંદરથી બંધ હોઈ તેમણે ખખડાવ્યો હતો. જોકે, રૂમમાંથી કોઈ જવાબ ન મળતાં તેમણે બારીમાંથી રૂમની અંદર જોયું હતું, જેમાં તેમનો રૂમ પાર્ટનર વિપુલ વસાવા ગળે ફાંસો ખાઈ પંખા પર લટકતો હતો. બીજી તરફ આ અંગેની જાણ 108 તેમજ વિદ્યાનગર પોલીસને કરાઈ હતી. વિદ્યાનગર પોલીસે રૂમમાં તપાસ કરતાં રૂમમાંથી એક પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેણે પોતે આદિવાસી હોઈ અને તે જે યુવતીને પ્રેમ કરતો હોય તે ઊંચી જ્ઞાતિની હોવાથી અને તેણે પોતાને ભૂલી જવાનું કહેતાં યુવકને મનમાં લાગી આવ્યું હતું. અને તેને કારણે જ તેણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક પરિવારજનોને જાણ કરી હતી.દેડિયાપાડાના કાલબી ગામે રહેતાં તેના પરિવારજનોને જાણ થતાં તેઓના માથે આભ ફાટ્યું હતું. માત્ર 20થી 25 ઘરોના ગામમાં જુવાનજોધ પુત્રના અકાળે મોતથી માતમ છવાયો હતો. મૃતકના પરિવારજનોએ તુરંત વિદ્યાનગર જવા માટે રવાના થયાં હતાં.

મમ્મી-પપ્પા, યુવતીના પરિવારને કહેજો મારો છોકરો મરી ગયો, તમે બધા ખુશ

સોરી મમ્મી-પપ્પા.. પણ હું હવે મારી જિંદગીથી હારી ગયો છું એવું લાગે. હવે મારાથી ના જીવાય એટલા માટે હું આત્મહત્યા કરૂં કારણ હું મારી પ્રેમિકા વગર પણ ના રહી શકું. એ વાત એને ખબર છે. અને એને એ વિશે ખબર હતી કે હું વસાવા છું. તો પણ તે મારી સાથે સંબંધ રાખ્યો. અને એ પણ ખબર હતી કે એના મમ્મી-પપ્પા ના માને તો પણ હવે મારો સાથ નિભાવવાનો વારો આવ્યો ત્યારે એ એવું કહે છે કે મને ભૂલી જા. પણ મારાથી નથી થતું. હું ના હોવ તો મમ્મી-પપ્પા મને પ્રોમિસ કરો કે તમે યુવતીના ઘરે જજો અને એના મમ્મી પપ્પાને કેજો કે હવે અમારો છોકરો વસાવા હતો તો શું વાંધો હતો. શું એક વસાવાના છોકરાને પ્રેમ કરવાનો અધિકાર નથી? હું પણ એક માણસ છું. અને એના મમ્મી પપ્પા, દાદા, કાકા-કાકી બધાને કઈ દેજો કે હવે મારો છોકરો મરી ગયો તો તમે બધા ખુશ. હવે તો એ પોલીસ કેસ કરવાની ધમકી ના આપે. એ લોકો વસાવાને શું સમજતા છે કે એ લોકો જંગલમાં રહેવાવાળા માણસો છે એવું સમજતા હશે. પણ એ બધા લોકો કરતાં આપણા આદિવાસી સારા હોય. અને મને ગર્વ થાય છે કે હું આદિવાસીનો છોકરો શું. એ લેટર મારા બધા મિત્રોને પહોંચાડજો અને હું બધાને વિનંતી કરૂં છું કે મારા મમ્મી પપ્પાને સાથ આપજો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો