નાનાબાળકે રડતા-રડતા માતાને કહ્યું ‘મારે મરવું છે’, કારણ જાણીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે
શાળા-ક્લાસરૂમમાં બુલિંગ (ધમકાવવું) કેટલું ખતરનાક હોય છે, તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે એક બાળક આથી પરેશાન થઇ આત્મહત્યા કરવા માંગે છે. ખરેખર ઓસ્ટ્રેલિયાના 9 વર્ષના બાળક ક્વાડેન બેયલ્સને શાળામાં ભણતા અન્ય બાળકોએ તેના ઠિંગણાપણાને લઇ એ હદ સુધી ખિજવ્યો કે તે ઘરે જઇ માતા સામે મરવાની વાતો કરવા લાગ્યો.
An Aussie mum's strong message about bullying has gone viral and is breaking people's hearts. pic.twitter.com/RBmLUBxtQf
— news.com.au (@newscomauHQ) February 20, 2020
ઓસ્ટ્રેલિયામાં ક્વાડેન બેયલ્સની માતાએ તેના રડવાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બાળક ક્વાડેન બેયલ્સ ખુબ જ રડી રહ્યો છે અને વારંવાર પોતાની માતાને કહી રહ્યો છે કે, તે પોતાને મારવા માંગે છે. શાળામાં બુલિંગથી પરેશાન અને મરવાની વાત કરનાર બાળકની હાલત જોઇ તેની માતા પણ ચિંતામાં મૂકાઇ ગઇ.
ક્વાડેન બેયલ્સની માતા યરક્કા બેયલ્સે પોતાના બાળકનો રડતો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયામા પોસ્ટ કરી દીધો. છ મિનિટની આ વીડિયો ક્લિકને જોઇ દરેક વ્યક્તિનું દીલ બેસી ગયુ. વીડિયોમાં બુલિંગથી પરેશાન બાળકનું હ્રદય આસુના ટીપે છલકાઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
બાળક આ વીડિયોમાં કહે છે, હું મારા દિલમાં ચપ્પૂ મારવા માગુ છું, હું ઈચ્છું છું કે કોઈ મને મારી નાખે. છોકરાની માતા કહે છે કે, મેં એક વિદ્યાર્થીને મારા દીકરાના કદને લઈને તેનો મજાક બનાવતા જોયો છે. માતા કહે છે, મારો દીકરો રડતા રડતા ગાડી તરફ ભાગ્યો કારણ કે તેને સ્કૂલમાં કોઈ ઘટના નહોતી બનાવવી. મને લાગે છે કે હું એક વાલી તરીકે અસફળ થઈ રહી છું. મને લાગે છે કે શિક્ષણની પ્રણાલી વિફળ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..