રામ રાખે તેને કોણ ચાખે! પુલ ઉપરથી કન્ટેનર કાર પર પડ્યું, પણ થયો એવો ચમત્કાર કે કારમાં સવાર તમામ લોકોનો થયો આબાદ બચાવ

આપણે ત્યાં કહેવત છે કે, રામ રાખે તેને કોણ ચાખે. મોત સામે આવીને ઉભું હોય તો પણ જ્યારે માણસને એક ઊની આંચ ન આવે ત્યારે આપણે આ કહેવત કહેતાં હોઈએ છીએ. ત્યારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો બન્યો છે. હાઈવે ઉપર પુલ ઉપરથી એક કન્ટેનર કાર પર પડ્યું હતું. પણ ચમત્કાર એવો થયો કે, કારમાં સવાર તમામ 3 લોકોનો આબાદ બચાવ થયો હતો.

મુંબઈ અમદાવાદ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત જોઈને ત્યાં હાજર સૌ કોઈ બોલી ઉઠ્યા હતા કે, રામ રાખે તેને કોણ ચાખે. મહારાષ્ટ્રના મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચારોટિ પાસે આ અકસ્માત સર્જાયો હતો. હાઈવે ઉપર ફ્લાયઓવર પરથી પસાર થતો એક ટ્રક નીચેની બાજુ ચાલુ કાર ઉપર ધડામ લઈને પડ્યો હતો. જો કે, સદનસીબે કારમાં બેસેલાં તમામ ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર જેણે પણ આ અકસ્માત જોયો તેઓ પોતાની આંખ ઉપર વિશ્વાસ જ ન કરી શક્યા. દૂરથી આ અકસ્માતને જોતાં એવું જ લાગ્યું કે, કારમાં સવાર એકપણ વ્યક્તિ બચી શક્યો ન હોય. પણ કારે કન્ટેનરનું સમગ્ર વજન પોતાના પર ખમી લીધું હતું. અને કારમાં સવાર તમામ ત્રણ લોકોનો બચાવ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close