કારગિલ વિજયની કહાની: 20 વર્ષ પહેલાં ભારતે પાકિસ્તાનને આપ્યો પોતાની તાકાતનો પરચો

ભારતીય સેનાએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર કરેલી ફતેહને આજે 20 વર્ષ પૂર્ણ થયા. 1999માં ભારતે ટાઈગર હિલ પર કબ્જો કરીને બેઠેલા પાકિસ્તાની સૈનિકોને હારનો સ્વાદ ચખાડ્યો હતો. અંદાજે ૬૦ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતને જીત મળવાની સાથે જ દુનિયાને પણ ભારતની તાકાતનો પરચો દેખાડ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૯૯માં કારગિલનું યુદ્ધ થયું હતું.

આ યુદ્ધની શરૂઆત ૮ મે, ૧૯૯૯ના રોજ જયારે પાકિસ્તાનના સૈનિકો અને કાશ્મીરી આતંકીઓને કારગિલના પહાડો પર જોવામાં આવ્યા હતા, ત્યારબાદ આ અંગેની માહિતી સેનાને મળી હતી.

પાકિસ્તાનની ઘુસપેઠની માહિતી મળ્યા બાદ ૫ મે, ૧૯૯૯માં રોજ કેપ્ટન સૌરભ કાલિયા સહિતના ૬ જવાનો ત્યાં પહોચ્યા હતા, પરંતુ તોએને પાકિસ્તાનની સેનાએ ઘેરી લીધા હતા. ત્યારબાદ આ તમામ જવાનોના મૃતદેહ ક્ષત-વિક્ષિત હાલતમાં મળ્યા હતા.

આ અમાનવીય ઘટના બાદ કારગિલનું યુદ્ધ શરુ થઇ ગયું હતું. ભારત માટે આ યુદ્ધને જીતવું ખુબ મુશ્કેલ હતું, કારણ કે સીમાની લગભગ તમામ ઉપરની પોસ્ટ પર પાકિસ્તાનની સેનાનો કબ્જો હતો. આ પરિસ્થિતિ બાદ પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આપ્યો હતો.

કારગિલ સેક્ટરમાં ૧૯૯૯માં ભારતીય અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે લડાઈ શરુ થવાના કેટલાક સપ્તાહ પહેલા જ જનરલ પરવેજ મુશરફે એક હેલિકોપ્ટર દ્વારા LOC પાર કર્યું હતું અને ભારતીય સીમમાં ૧૧ કિમી સુધી અંદર આવીને જિકરિયા મુસ્તકાર નામના સ્થાન પર રાત પણ વિતાવી હતી.

આ યુદ્ધની મહત્વની વાત એ હતી કે, જયારે પાકિસ્તાનની વાયુસેનાના ચીફને આ ઓપરેશનની માહિતી ન હતી. જયારે આ અંગે પાકિસ્તાનની એરફોર્સના ચીફને જણાવવામાં આવ્યું ત્યારે આં મિશન પર તેઓએ આર્મીને સાથ આપવા માટે ઇનકાર કર્યો હતો.

બીજી બાજુ જયારે કારગિલની ઉંચા પહાડો પર બેસીને પાકિસ્તાન દ્વારા ગોળીબારી કરાઈ રહી હતી ત્યારે ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનનો ઉપયોગ કરાયો હતો. કારગિલના યુદ્ધમાં ભારતીય એરફોર્સ દ્વારા મિગ-૨૭ અને મિગ-૨૯નો ઉપયોગ કરાયો હતો.

કારગિલની ઉંચાઈ સમુદ્રના તટથી અંદાજે ૧૬૦૦૦ થી ૧૮૦૦૦ ફૂટ ઉપર છે. આં સ્થિતિમાં ઉડાન ભરવા માટે વિમાનોને અંદાજે ૨૦,૦૦૦ ફૂટની ઉંચાઈથી ઉડાન ભરવી જરૂરી હતી.

ત્યારે આ સ્થિતિમાં હવાનું દબાણ ૩૦% થી ઓછું હોય છે ત્યારે આ વિમાનની ઉડાન દરમિયાન પાયલોટનો દમ ઘુટવાનો પણ જોખમ હોય છે અને વિમાન દુર્ઘટનાગ્રસ્તથઇ શકે છે. પરંતુ આ કપરી પરિસ્થિતિમાં પણ જવાનોને વીરતા અન સાહસની શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું હતું અને પાકિસ્તાનને ઘુટણા ટેકવવા માટે મજબૂર કર્યું હતું.

આં દરમિયાન મિગ-૨૯ ફાઈટર પ્લેન ખુબ મહત્વનું સાબિત થયું હતું, કારણ કે આ વિમાન દ્વારા પાકિસ્તાનની ચોકીઓ પર મિસાઈલ દાગવામાં આવી હતી. કારગિલનું યુદ્ધ શરુ થયા બાદ ૧૧ મેથી ભારતીય વાયુસેનાની ટુકડીએ આર્મીની મદદ કરવાનું શરુ કર્યું હતું. આ યુદ્ધમાં વાયુસેનાના ૩૦૦ વિમાન ઉડાન ભરતા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધમાં વપરાયેલા હથિયારો અંગે વાત કરવામાં આવે તો આર્ટિલરી દ્વારા ૨,૫૦,૦૦૦ ગોળા અને રોકેટ દાગવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૩૦૦થી વધુ તોપો, મોર્ટાર અને રોકેટ લોન્ચરો દ્વારા દરરોજ અંદાજે ૫૦૦૦ બોમ્બ પણ દાગવામાં આવ્યા હતા, તેમજ ૧૭ દિવસોમાં પ્રતિદિન એવરેજ એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.

ઉર્દુ ડેલીમાં છપાયેલા એક નિવેદનમાં નવાજ શરીફે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે, કારગિલનું યુદ્ધ પાકિસ્તાનની સેના માટે એક આપત્તિ સાબિત થયું હતું, કારણ કે આ યુદ્ધમાં પાકિસ્તાનના ૨૭૦૦થી વધુ સૈનિકો માર્યા ગયા હતા.

ભારતે નિયંત્રણ રેખાના ભારતીય બાજુ પર પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરી બળવાખોરો દ્વારા કારગિલ સેક્ટરના ઘુસણખોરીને સાફ કરવા ‘ઓપરેશન વિજય’ શરૂ કર્યું, યુદ્ધ 60 દિવસથી વધુ સમયથી લડ્યું હતું તે આખરે 26 જુલાઇના રોજ પૂરું થયું, અને પરિણામે બંને પક્ષો, ભારત અને પાકિસ્તાનને જીવનમાં ભારે નુકસાન થયું.છેલ્લે 26 જુલાઇ, 1999 ના રોજ, ભારતે સફળતાપૂર્વક ઉચ્ચ ચોકીઓને પાછી મેળવી હતી અને જ્યાં પાકિસ્તાનના ઘુંસણખોરો હારી ગયા હતા.

૨૬ જુલાઈ, ૧૯૯૯ન રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનની સેના અને ઘુસણખોરોને પરસ્ત કર્યા બાદ યુદ્ધ સમાપ્ત કરવાની ઘોષણા કરવામાં આવી હતી, ભારતીય જવાનોને કારગિલની ટોચ પર તિરંગો લહેરાવી પોતાની તાકાતનો પરચમ બતાવ્યો હતો.

કારગિલ વિજય દિવસ

 • ૧૯૯૯માં કારગિલ યુદ્ધ
 • ગારકૌન ગામના ગોવાળિયાએ પાકિસ્તાની ઘૂસણખોરોને જોયા
 • ઘૂસણખોરોની જાણ ભારતીય સેનાને કરવામાં આવી
 • પાકિસ્તાનની સેના કરી ચૂકી હતી કારગિલમાં ઘૂસણખોરી
 • ટાઇગર હિલ પર પાકિસ્તાનની સેનાએ કબજો કર્યો
 • ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યુ
 • પાકિસ્તાનની સેના પર ભારતનું આક્રમણ
 • પાક. સૈનિકોને ભગાડવા ભારતે ૧૦૦ તોપ ગોઠવી તોપમારો શરૂ કર્યો
 • મિરાજ-૨૦૦૦ વિમાને પાકિસ્તાનના બંકર તોડ્યા
 • મિગ-૨૭ અને મિગ-૨૯ પાકિસ્તાન માટે કાળ બન્યા
 • ૨૪ જૂન, ૧૯૯૯ જેગુઆરે સવારે ઉડાન ભરી
 • જેગુઆરે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણા પર નિશાન તાક્યું
 • સૈન્ય ઠેકાણા પર નવાઝ શરીફ અને મુશર્રફ હતા હાજર
 • જેગુઆર નિશાન ચૂકતા નવાઝ શરીફ અને મુશર્રફનો થયો બચાવ
 • ૨.૫૦ લાખ રોકેટથી હુમલો
 • ૩૦૦ તોપ અને રોકેટ લોન્ચર
 • પાકિસ્તાનના ૨૭૦૦ જવાન ઠાર
 • ભારતીય સેનાએ ટાઇગર હિલમાંથી પાકિસ્તાની સૈનિકને ભગાડ્યા
 • ભારતીય સેનાએ કારગિલની ટોચ પર તિરંગો લહેરાવ્યો

કારગિલ વિજય દિવસે દેશના આ વીર સપૂતોને સત સત નમન.. જય હિન્દ.. જય ભારત..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે.

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો