પાંચ દિવસમાં કોરોના પરિવારના પાંચ-પાંચ સભ્યોને ભરખી ગયો છતા માનવ સેવા બજાવવા કોરોના યોદ્ધા ફરજ પર હાજર થઈ ગયા

માનવતા મરી પરિવારી નથી અને મહામારીના આ દિવસોમાં દુનિયામાં બે પ્રકારના લોકો દેખાઈ રહ્યા છે. જેમાં એક તે જેઓ મહામારીમાં લૂંટફાટ ચલાવે છે બીજા એવા જેઓ આવા સંકટ સમયે લોકોની સાચા અર્થમાં સેવા કરે છે. ત્યારે માત્ર પાંચ દિવસમાં પોતાના પરિવારના પાંચ સભ્યોને કોરોનાની ઘાતક અસરમાં ગુમાવનાર પ્રવીણભાઈ પોતે 108 એમ્બ્યુલન્સમાં પાઇલોટ તરીકેની નોકરી કરે છે. તેઓની સાથે દુઃખનો પહાડ તૂટી પડવા છતાં 108 ટીમના પાયલોટ પ્રવીણ ભાઈ બારીયા ફરજ ઉપર પોતાના પરિવારના 5 સભ્યો ની અત્યેષ્ઠી પતાવી પુનઃ હાજર થઇ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

છેલ્લા સવા વર્ષ દરમિયાન વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધુ છે. અસંખ્ય લોકો આ બીમારીના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે તો લાખોની સંખ્યામાં કોરોનાના દર્દીઓ હાલ સરકારી તેમેજ ખાનગી હોસ્પિટલોમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. કોરોના મહામારીના આ કાળમાં અનેક સેવા દાતાઓ પોતાની યથા શક્તિ પ્રમાણે લોકોની મદદ કરી રહ્યા છે. જ્યારે કેટલીક સેવાકીય સંસ્થાઓ હોસ્પિટલોને મોટું દાન અને દવા આપી આ બીમારીના ખપ્પરમાંથી લોકોને ઉગારવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.

આજે એક એવા કોરોના યોદ્ધાની વાત જે કોરોના વોરિયર્સે માત્ર પાંચ દિવસના સમયગાળા દરમિયાન પોતાના ઘરના મોભી સહિત પરિવાર પાંચ સભ્યો ગુમાવ્યા તેમ છતાં માનવ સેવા બજાવવા માટે ફરજ ઉપર હાજર જોવા મળ્યા હતા. વાત ગોધરા-108માં પાયલોટ તરીકે ફરજ બજાવતા પ્રવીણ ભાઈ બારીયાની જેઓ મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે. અને છેલ્લા 12 વર્ષથી તેઓ 108 ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે. ગત ત્રણ વર્ષથી તેઓ ગોધરામાં ફરજ બજાવે છે અને છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે પ્રવીણભાઈ એક પણ રજા લીધા વિના એક ધારી સેવા આપી રહ્યા છે.

થોડા દિવસો પહેલા પ્રવીણભાઈના માતા અને પિતા કોરોનાની ચપેટમાં આવ્યા હતા. પરંતુ પ્રવિણભાઈએ હિંમત ન હારી અને પોતાના માતા-પિતાની સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા અને માતા-પિતાના ઈલાજ વચ્ચે પણ પોતાની ફરજ સેવા કાર્ય યથાવત રાખી હતી. પિતાની જે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન 21 એપ્રિલના રોજ પિતા સબુરભાઈ બારીયા અવસાન પામ્યાં હતા. પ્રવીણ ભાઈ પર આ દુઃખનો પહાડ તૂટી પડ્યો અને પિતાના ગુમાવ્યાના દુઃખમાંથી બહાર નીકળે એ પહેલા જ 25 એપ્રિલના રોજ કોરોનાનો ઈલાજ કરાવી રહેલ માતા કમળા બેન, સગા કાકા અને કાકી અને કાકાનો પુત્ર એમ ચાર લોકો અવસાન થયા હતા. એક જ દિવસમાં માતા સહિત પરિવારના ચાર સભ્યોના અવસાનને લઇ પ્રવીણભાઈના જીવનમાં આભ તૂટી પડ્યું હતું. પોતાના પિતાની ચિતાની રાખ ઠંડી થઇ નથીને પરિવારના ચાર-ચાર સ્વજનો મૃત્યુ પામેલ અને પ્રવીણ ભાઈને ભારે હૈયે માતા અને સગા કાકા-કાકી તેમજ કાકાના દીકરાને ચિંતા આપવાનો વારો આવ્યો હતો.

આટલા ટૂંકા ગાળામાં પોતાના પરિવારજનો ગુમાવનારના માથે આભ તૂટી પડયુ પરંતુ મજબૂત મનોબળ ધરાવતા આ 108 ઇમર્જન્સી સેવાના પાયલોટ પ્રવીણ ભાઈએ માનવસેવા ધર્મ સર્વોપરી ગણાવી પોતાના પરિવારના સભ્યોની અંત્યેષ્ટિ પતાવી પુનઃ પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. કોરોના મહામારીએ તેમના માતા-પિતા તેમજ પરિવારના અન્ય ત્રણ સભ્યોના જીવ લીધા ત્યારે અન્ય કોઈ કોરોના દર્દી ઇમર્જન્સી સેવાના અભાવે પોતાનો જીવ ન ગુમાવે અને સમયસર તેઓને સારવાર મળી રહે તે માટે આવા કપરા સમયની ઘડી અને કપરી પરિસ્થતિઓ વચ્ચે પ્રવીણભાઈ ફરી પોતાની ફરજ ઉપર હાજર થયા અને માનવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો