ગુજરાતને કોરોના મુક્ત કરવા છેલ્લા કેટલાક દિવસથી સતત કામ કરતા ડૉ.જયંતિ રવિ કોણ છે? જાણો અને શેર કરો

દેશ કોરોના વાયરસના કારણે મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ત્યારે આ મહામારીથી લોકોને બચાવવા માટે વડાપ્રધાનથી લઈને ક્લાર્ક સુધીના તમામ અધિકારીઓ રાત-દિવસ એક કરીને કાર્ય કરી રહ્યા છે. આજે ગુજરાતના એક એવા અધિકારીને વાત કરવી છે કે, જે લોકોના આરોગ્ય માટે છેલ્લા કેટલાક દિવસથી રોજ સતત 20 કલાક કામ કરે છે. આ અધિકારી બીજું કોઈ નહીં પરંતુ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉક્ટર જયંતિ રવિ છે.

તેઓ આ પરિસ્થિતિમાં પોતાના પરિવારની પણ ચિંતા નથી કરતા અને સતત છેલ્લા 10 દિવસથી રોજના 20 કલાક સુધી કામ કરીને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે. કોરોના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે લોકોની સુરક્ષા માટે સરકારે લીધેલા આ નિર્ણયનું ઘણા લોકો પાલન નથી કરી રહ્યા અને તેઓ વગર કામના ઘરની બહાર નીકળી રહ્યા છે. આવા લોકોને ઘરની અંદર રાખવા માટે પોલીસને અમુકવાર બળપ્રયોગ કરવાની પણ ફરજ પડે છે ત્યારે આરોગ્ય વિભાગના ડૉક્ટર જયંતિ રવિ ગુજરાતના લોકોને આ મહામારીથી બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. આરોગ્ય વિભાગની કામગીરીની સાથે-સાથે લોકોએ પણ તેમને સહકાર આપવાની જરૂર છે, જેના કારણે ગુજરાત વહેલી તકે કોરોના મુક્ત થઈ શકશે.

ડૉક્ટર જયંતિ રવિની વાત કરવામાં આવે તો તેમને મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે ત્યારબાદ તેમણે મેનેજમેન્ટ વિષયમાં Ph.D કર્યું છે. ગુજરાતમાં તેઓ વર્ષ 2002માં પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા ત્યારબાદ તેમને શિક્ષણ વિભાગ, ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય જેવા વિભાગોમાં કાર્ય કર્યું છે. તેઓ 11 જેટલી ભાષાઓ જાણે છે અને તેમને સંસ્કૃત ભાષામાં ઘણા પુસ્તકો લખ્યા છે. આ ઉપરાંત તેઓએ શાસ્ત્રીય સંગીતની પણ તાલીમ લીધી છે.

ડૉ.જયંતિ રવિ આમ તો નોન ગુજરાતી હોવા છતાં સ્પષ્ટ ગુજરાતી બોલતા જયંતિ રવિ વિશે થોડી વાત કરીએ તો, 1991ની બેચના IAS અધિકારી છે અને તેઓ ન્યૂક્લિયર ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને ઈ ગવર્નન્સમાં PH.D છે. એકદમ સાદગીમાં રહેતા ‘રવિ’ કામની બાબતે પણ એકદમ કડક છે. તેઓ ગુજરાતમાં એક ઉચ્ચ અધિકારી તરીકે અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા આવ્યા છે, ખાસ કરીને શિક્ષણ, ગ્રામવિકાસ અને આરોગ્યમાં તો તેમની કામગીરીની પ્રશંસા થઈ છે. પીએમમોદીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાન સમયે તેઓ ગુજરાતમાં ગ્રામ વિકાસ કમિશનર હતાં અને રાજ્યમાં સફાઈ અને શૌચાલય અભિયાનમાં તેમની કામગીરીને કારણે કેન્દ્ર સરકારે તેમને ‘CHAMPION’નું બિરુદ આપ્યું હતું.

ફિલ્ડમાં અધિકારી નહીં પણ ‘ કોમન વુમન’

ડૉ.જયંતિ રવિની કામ કરવાની પધ્ધતિ અંગે વાત કરીએ તો તેઓ પોતાના કામકાજના કલાકો દરમિયાન ઓફીસમાં ઓછા પણ ફિલ્ડમાં વધુ હોય છે. તેઓ ફિલ્ડમાં એક અધિકારી નહીં લોકો સાથે’ કોમન વુમન’ બની જાય છે. ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ સમયે તેઓ ગોધરાના કલેક્ટર હતા, તે સમયે તેમણે પોતાની કુનેહથી પરિસ્થિતિને સંભાળી લીધી હતી. શિક્ષણ ક્ષેત્રે પણ ડૉ.જયંતિ રવિએ ખૂબ જ ફેરફારો કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનેક નિર્ણયો લીધા હતા.

યોગા અને સાઈકલિંગ દ્વારા હેલ્ધી લાઈફ સ્ટાઈલ

ડૉ.જયંતિ રવિ હંમેશા સાદી સાડીમાં જ જોવા મળે છે. તેમજ સરકારી ગાડી કરતાં સાઈકલ પર ઓફીસ જતા હતા, ગુજરાતની જનતાની સાથે પોતાના આરોગ્ય પ્રત્યે પણ એટલા જ સજાગ રહે છે, યોગાથી લઈને સાઈકલિંગ અને પોતાના શોખ માટે પણ વ્યસ્ત શિડ્યુલમાંથી પણ સમય કાઢીને ક્લાસિકલ મ્યૂઝિકના કાર્યક્રમોમાં સિંગિગ પણ કરે છે. પોતાના વિભાગના કર્મચારીઓ સાથે પ્રાર્થના પણ કરે અને તેમના પરિવારની ચિંતા પણ કરે છે. જયંતિ રવિના આવા સમાજ સેવાના મિશનને કહી શકાય કે A passion for human development and service to humanity’.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો