કિશોરભાઇ વેકરીયાનું ઉમદા કાર્ય, રાજકોટનાં વેપારી ગામડેથી આવતા લોકોને દંડથી બચાવવા ફ્રીમાં હેલ્મેટ પહેરવા આપે છે

રાજકોટના આજી ડેમ ચોકડી વિસ્તારમાં પોતાની દુકાન ધરાવતા કિશોરભાઇ વેકરીયા જેઓ ટ્રાફિકના નિયમોનું લોકોને અનોખી રીતે પાલન કરાવીને મદદ કરી રહ્યા છે. કિશોરભાઇ પોતાની દુકાનમાં હેલ્મેટ રાખે છે અને આ હેલ્મેટ ડિપોઝીટ લઇને સામાન્ય માણસને પહેરવા માટે આપે છે. ભાવનગર હાઇવે પરના ગામોના લોકોને શહેરમાં કોઇ કામથી આવવું હોય અને હેલ્મેટ ન હોય તો કિશોરભાઇ તેને ડિપોઝીટ લઇને હેલ્મેટ આપે છે અને જ્યારે તે પરત આવે ત્યારે ડિપોઝીટ પાછી આપે છે.

કિશોરભાઇનું માનવું છે કે આઇ વે પ્રોજેક્ટ અને કેન્દ્ર સરકારની નવી ટ્રાફિકની નીતિને કારણે સામાન્ય માણસ દંડ ભરી શકે તેવી સ્થિતિ નથી. જેના કારણે લોકોને મદદ કરવાના ભાગરૂપે આ રીતે તેઓ હેલ્મેટ ભાડે આપી રહ્યા છે. કોઇ સહેજ પણ કોઇની ઓખળાણ આપે તો ડિપોઝીટ લેતા પણ નથી. પ્રથમ દિવસે જ 10થી વધુ લોકો હેલ્મેટ વિનામૂલ્યે ભાડે લઇ ગયા હતા.

ખેડૂતનો પુત્ર છું, ગામડેથી આવતા લોકોને કેટલી મુશ્કેલી પડે તે મને ખબર છે

કિશોરભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, હું ખેડૂતનો પુત્ર છું, ગામડેથી આવતા લોકોને કેટલી મુશ્કેલી પડે તે મને ખબર છે. નાના ગામેથી આવતા ખેડૂતો અને લોકો સિટીમાં નિયમોથી દંડાતા હોય છે. હેલ્મેટ ભૂલી જતા હોય છે તેને સાચવવામાં મુશ્કેલી થતી હોય છે તેના માટે આ વિચાર આવ્યો. મેં અને આજુબાજુના દુકાનાદારોએ નક્કી કર્યું છે કે એક વખત અમે દુકાને આવી ગયા પછી રાત સુધી અમારા હેલ્મેટ દુકાનમાં જ પડ્યા રહે છે તેના કરતા અન્ય જાણિતાને મદદ કરીએ તો. હા કોઇ અજાણ્યું આવે તો 1 હજાર ડિપોઝીટ લઇ ટોપો આપી દઇ તે પરત કરે એટલે પૈસા પરત. બીજી તરફ લોકો પણ કિશોરભાઇના આ પગલાને આવકારી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે ગામડાના માણસો પાસે એટલા રૂપિયા નથી હોતા કે તે દંડ ભરી શકે.

લોકોએ હેલ્મેટ સાચવવા ધંધો શરૂ કર્યો છે ત્યારે કિશોરભાઇ સ્વાર્થ વગર મદદ કરે છે

મહત્વનું છે કે, ટ્રાફિકના નવા નિયમોનો શહેરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે કિશોરભાઇના આ નવા પ્રયોગે સૌ કોઇનું ધ્યાન આકર્ષીત કર્યું છે. કિશોરભાઇ માની રહ્યા છે કે, સરકારે દંડની રકમ વસૂલતા પહેલા રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલ અને લોકોને પૂરતી સુવિધા આપવી જોઇએ પછી કડક અમલવારી કરવી જોઇએ. આ સિવાય રાજકોટમાં લોકોએ હેલ્મેટ સાચવવાનો પણ ધંધો શોધી લીધો છે. પરંતુ કિશોરભાઇ તો કોઇ સ્વાર્થ વગર લોકોને મદદ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો