ટ્રાફિક નિયમ: હવે 6 મહિનામાં 3 વાર સ્ટોપલાઈન ભંગ કરાશે તો વિમાનું પ્રિમીયમ પણ વધારે ભરવું પડશે, ટ્રાફિક વિભાગ વિમા કંપનીને સ્ટોપ લાઈન ભંગ કરનારની વિગતો આપશે

કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીને નવા દંડની જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમ મુજબ ઈ-મેમોમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ચાર રસ્તા પર સિગ્નલ ચાલુ થતાના એક સેકન્ડ પહેલા પણ જો રોડ ક્રોસ કરાશે તો રૂ.500નો દંડ ભરવો પડશે. જ્યારે બીજી વખત સ્ટોપ લાઈન ભંગ કરાશે તો રૂ.1000નો દંડ ભરવો પડશે. વારંવાર જંક્શન ચાર રસ્તા પર સ્ટોપલાઈન ક્રોસ કરવાની અકસ્માત થઈ શકે છે જેથી 6 મહિનામાં ત્રણ વાર સ્ટોપ લાઈન ભંગ કરાશે તો વિમાનું પ્રિમીયમ પણ વધારે ભરવું પડશે.

ટ્રાફિક વિભાગ વિમા કંપનીને સ્ટોપ લાઈન ભંગ કરનારની વિગતો આપશે

ચાર રસ્તા પર કેટલાક વાહન ચાલકો સિગ્નલ ચાલુ થવાની 5 સેકન્ડ બાકી હોય ત્યારે વાહન ધીમે-ધીમે આગળ લઈ જતા હોય છે. જોકે, CCTV કેમરા વાહનનું ટાયર સ્ટોપ લાઈન પર આવી જાય ત્યારે નંબર પ્લેટનો ફોટો પડી જાય છે. અને તે વાહનને પ્રથમ વખત રૂ.500 અને તો બીજી વાર રૂ.1000નો ઈ-મેમો આપવામાં આવશે. અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ ઈ-મેમોની વિગત પોલીસી કંપનીને મોકલશે.

રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી: ટ્રાફિક DCP

ટ્રાફિક ડીસીપી તેજસ પટેલે જણાવ્યું હતું કે જો કોઈ વાહન ચાલકો ત્રણ વાર સ્ટોપલાઈનનો ભંગ કરશે તો તેના થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનાપ્રિમીયમમાં વધારો કરવામાં આવે તેવી રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવી છે. વાહન ચાલક સ્ટોપલાઈન ભંગ કરે એટલે વાહન ચાલકો ભયજનક રીતે વાહન ચલાવે છે જેથી અકસ્માત થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close