જુનાગઢમાં જનતા ગેરેજ શરૂ, સરકારી અધિકારીઓની ગાડીમાં આ ગાડી જનતાના પૈસે ફરે છે તેવા સ્ટીકર લગાડવામાં આવતા મામલો ગરમાયો

જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ગાડી દુરુપયોગ થતો હોવાની ફરિયાદના આક્ષેપ સાથે જનતા ગેરેજ દ્વારા અધિકારી અને પદાધિકારીઓની ગાડીમાં આ ગાડી જનતાના પૈસે ફરે છે તેવા સ્ટીકર લગાડવામાં આવતા મામલો ગરમાયો હતો. થોડા દિવસ પહેલા મહાનગરપાલિકાની સરકારી ગાડી પોતાના પત્નીને મુકવા જતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જનતા ગેરેજ દ્વારા આજે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ શહેરના પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં જ ફરવા માટે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓની મોંઘીદાટ ગાડીઓના મસમોટા પેટ્રોલ-ડીઝલના ખર્ચાઓ પ્રજાના ખિસ્સામાંથી જાય છે, ત્યારે મનફવે ગાડીના અંગત વપરાશને લઈને આજે કેટલાક યુવાનોએ આ ગાડીઓ પર આ ગાડી પ્રજાના પૈસે ફરે છે તેવા સ્ટીકરો મારતા ભારે ચર્ચા જાગી છે.

જૂનાગઢમાં જનતા ગેરેજ નામે કામગીરી કરતા સંસ્થાના કેટલાક યુવાનો દ્વારા આજે મનપા કચેરી બહાર પાર્ક કરેલી મેયર, મ્યુ.કમિશ્નર, અધિકારીઓ, પદાધિકારીઓની ગાડીઓ પર આ સ્ટીકરો ચીપકાવ્યા હતા, જેમાં જયેશભાઈ નામના યુવાને જણાવ્યું કે, પ્રજા ટેક્ષના પૈસા ભરે છે, તેમને સુવિધા મળતી નથી, ત્યારે મનપા કચેરીમાં અધિકારીઓ અને પદાધિકારીઓ માટે 13 ગાડી તેમને ઘરેથી તેડવા-મુકવા માટે રાખવામાં આવી છે.

પરંતુ કેટલાક અધિકારીઓ કે પદાધિકારીઓ તેમના અંગત વપરાશ માટે પણ ગાડીઓનો ઉપયોગ કરતા નજરે ચડયા છે. માત્ર ઘરેથી તેડવા-મુકવા જવાના દૈનિક ૩ લીટર લેખે વર્ષનો હિશાબ માંડીએ તોય 9 લાખ રૃપિયાનો ખર્ચ પ્રજાના ખિસ્સામાંથી જાય છે. તો જનતાને સુવિધા ન હોય તો જનતાના સેવકોને પણ સુવિધા ન હોવી જોઈએ. જેને લઈને આ ગાડી ક્યારેય અંગત વપરાશ માટે જાય તો આ સ્ટીકરથી માલુમ પડે કે આ ગાડી પ્રજાના પૈસે ફ્રે છે. તેવી આમ જનતાને માલુમ પડે તે હેતુ માટે આ સ્ટીકરો માર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો