ગુજરાતમાં સૌપ્રથમ સ્ટેમ સેલની મદદથી ડોક્ટર્સે કેન્સર પીડિત બાળકને નવજીવન આપ્યું, સરકારી મદદથી 25 લાખ સુધીના ખર્ચે થતું ઓપરેશન ફ્રીમાં થયું

અમદાવાદ- જ્યારે બાળકના જીવવાની ખુબ ઓછી આશા હોય ત્યારે તેના માતા પિતા પર જાણે દુનિયાનો સૌથી મોટો ભાર હોય તેવી સ્થિતી ઉભી થઇ જાય છે. જ્યારે કોઇ બાળકને ડોક્ટર કહે કે આને બ્લડ કેન્સર છે ત્યારે તેના પરિવારના પગ નીચેથી રીતસર જમીન સરકી જાય છે. પરંતુ નર્મદા જિલ્લાના એક બાળકે બ્લડ કેન્સર જેવી જીવલેણ બીમારીને માત આપી છે.

ગુજરાતમાં સૌપ્રથમ સ્ટેમ સેલના કારણે કોઇ બાળકનું બ્લડ કેન્સર મટી ગયું હોય તેવું સાબીત થયુ છે. લાખો રૂપિયા સાથે ન જોયા હોત તેવા પરિવારને 25 લાખના ખર્ચે ઓપરેશન કરાવાનું હતું. તેમ છતા સરકારી મદદથી આ ઓપરેશન થયુ અને આજે આ બાળક પોતાના પિતાના સ્ટેમ સેલના કારણે ફરીથી જીવતદાન મેળવીને 100 ટકા કેન્સરને પાછુ ધકેલી દીધુ છે.

ગુજરાતના પ્રથમ કેસની સફળતા બાદ આવનારા દિવસોમાં વધુ લોકોને આ રીતે મોતના મુખમાંથી બચાવી શકાય તેવુ માનવામાં આવી રહ્યુ છે. પુત્રને રમતો જોઇને પિતા આજે ડોક્ટરોને ભગવાન સમજી રહ્યા છે.

પ્રિયાંશુના પિતાના 6માંથી 3 સ્ટેમ સેલ મેચ થયા હતા

નર્મદા જિલ્લાના પ્રિયાંશુ લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડાઇ રહ્યો હતો. પુત્રનો જીવ બચાવવા માટે પિતાના અડધા મેચ થતા સ્ટેમ સેલ તેના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વિભાગના ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, આ પ્રકારના દર્દીઓ પાછળ દર મહિને 2 લાખ જેટલો ખર્ચ થતો હોય છે, જે ગરીબ અને મધ્યમ વર્ષના પરિવાર માટે ખુબજ મોટી રકમ છે અને કેટલાક તો આ ખર્ચ ઉઠાવી નથી શકતા.

ડોક્ટરોએ પહેલા પ્રિયાંશુના ભાઇના સ્ટેમ સેલ મેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાઇના સ્ટેમ સેલ મેચ ન થતા હતા. જ્યારે તેના પિતાના 6માંથી 3 સ્ટેમ સેલ મેચ થયા હતા. ડોક્ટરે જણાવ્યું કે, પ્રિયાંશુના બચાવવાનો આ એક માત્ર પ્રયાસ હતો. અને તે સફળ સાબિત થયો છે. હવે પ્રિયાંશુ 100 ટકા પોતાના પિતાના બ્લડ સેલ્સ પર જીવી રહ્યો છે. પ્રિયાંશુ રાજ્યનો પહેલા બાળક છે જેમાં બે ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.

પિતા સરકારી સ્કૂલમાં એક શિક્ષક છે

સરકારની મદદ હેઠળ પ્રિયાંશુના બંને ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ ટ્રાન્સપ્લાન્ટ માટે સરકારી હોસ્પિટલમાં 15થી 22 લાખ અને ખાનગી હોસ્પિટલમાં 25થી 35 લાખ સુધીનો ખર્ચ થાય છે. જો કે પ્રિયાંશુનું ઓપરેશન ફ્રીમાં કરવામાં આવ્યું છે. પ્રિયાંશુના પિતા મુકેશ વસાવા એક સરકારી સ્કૂલમાં શિક્ષક છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો