વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ઓનલાઈન અભ્યાસના તણાવથી સુરતમાં ધો.11ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો

હાલ કોરોના મહામારીને કારણે અનેક લોકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે. અને તેમાં પણ બાળકો માટે આ સમયગાળો ખુબ જ આકરો સાબિત થઈ રહ્યો છે. કોરોના મહામારીનો ડર તેમના દિમાગમાં તો ઘૂસી જ ગયો છે. પણ સાથોસાથ અભ્યાસનાં ટેન્શનમાં પણ તેઓ ડિપ્રેશનમાં આવી રહ્યા છે. તેવામાં સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધોરણ 11ની વિદ્યાર્થીનીએ ઓનલાઈન અભ્યાસના માનસિક તણાવમાં આવીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. દીકરીને ગુમાવનાર પિતાએ અન્ય વાલીઓને બાળકોની તકેદારી રાખવા માટે સંદેશો આપ્યો છે.

સુરતનાં મોટા વરાછા ખાતે રહેતાં કમલેશભાઈ લુણાગરીયાની પુત્રી પ્રગતિ ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. જો કે કોરોનાને લઈને પ્રગતિ ઘરેથી ઓનલાઇન અભ્યાસ કરતી હતી. કોરોનાના કારણે સ્કુલ બંધ હોવાથી ઓનલાઇન અભ્યાસમાં પ્રગતિને મુશ્કેલી પડતી હતી. જેને લઈને તે સતત માનસિક તણાવ અનુભવી રહી હતી. ઓનલાઇન અભ્યાસને કારણે માનસિક તણાવમાં રહેતી પ્રગતિએ આવેશમાં આવી ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રગતિનાં આપઘાતની ખબર પડતાં પરિવાર પર આભ તૂટી પડ્યો છે.

પ્રગતિના પિતાએ કહ્યું કે, સંતાનો ખૂબ ટેન્શન લે ત્યારે તેની સાથે વાત કરો જેથી કોઈને તેના સંતાનો ગૂમાવવાનો વારો ન આવે. તેઓએ સંદેશો આપ્યો કે, બાળકોને માનસિક તણાવમુક્ત રાખવા જોઈએ. અભ્યાસનો ભાર ન આપવો જોઈએ, ઓનલાઇન અભ્યાસને લઈ મારે દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે તેમ અન્ય કોઈને સંતાન ન ગુમાવવું પડે તેની તકેદારી રાખવી જોઈએ.

(ખાસ વાંચો : જો કોઇને ખોટા કે નકારાત્મક વિચારો આવતા હોય તો નજીકના લોકો સાથે ખુલ્લા મને વાત કરવી જોઇએ કારણ કે વાતચીત કરવાથી દરેક સમસ્યાનો હલ નીકળે છે અથવા નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લેવી જોઇએ. આત્મહત્યા ક્યારેય કોઇ બાબતનું સમાધાન નથી અને જો કોઇને વધુ મદદની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર AASRA: 91-22-275-46-669 ની સુવિધા 24 કલાક ઉપલબ્ધ છે. આ સિવાય સોમવારથી શનિવાર દરમ્યાન સવારે 8 થી રાત્રે 10 વાગ્યા દરમ્યાન 91-915-298-7821 પર પણ કોલ કરી શકાય છે. )

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો