નેગેટિવ રિપોર્ટ એ ચેપ મુક્ત હોવાનું સર્ટિફિકેટ નથી! ચેતીને જ રહેવું, વાસ્તવમાં તેમણે સૌથી વધુ ખતરો
મંગળવારે સાંજે પાંચ વાગ્યા પછીના ૨૪ કલાકમાં ૩૧ જિલ્લામાંથી 1108 પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા 57982એ પહોંચી છે. આ સમયગાળામાં સુરતમાં ૯, અમદાવાદમાં ૪, વડોદરામાં ૩, પાટણમાં બે અને ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલમાં એક-એક એમ વધુ 24 દર્દીઓના મોત થતા કુલ 2372 નાગરિકોને જીવ ગુમાવવો પડયો છે. પહેલીવાર ૨૪ કલાકમાં ૧૦ લાખની વસ્તીએ ૩૯૧.૯૦ અર્થાત કૂલ ૨૫,૪૭૪ ઇ્-HCઇ ટેસ્ટ થયા હતા. એક રીતે દર કલાકે ૧,૦૬૧ લેબ પરિક્ષણોમાંથી ૪૩ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સોમવારે પણ સુરતમાં સૌથી વધુ ૨૫૮ કેસ મળ્યા હતા. એક દિવસમાં ૧,૦૫૨ નવા કેસના ઉમેરા સામે ૧,૦૧૫ દર્દીઓને ડિસ્ચાર્જ આપતા અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૪૧,૩૮૦ થઈ છે. આમ છતાંયે અત્યારે ૧૩,૧૪૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૮૧ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં ક્વોરન્ટાઈન હેઠળ રહેલા શંકાસ્પદોની સંખ્યા પણ વધીને ૪,૭૧,૪૨૯એ પહોંચી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ચેતીને જ રહેવું, નેગેટિવ રિપોર્ટ એ ચેપ મુક્ત હોવાનું સર્ટિફિકેટ નથી !
ગુજરાતમાં વરસાદી વાતાવરણમાં તાવ, શરદી, ઉધરસ જેવા સિઝનલ ફ્લૂના કેસો વધ્યા છે. આ રોગચાળો પણ કોરોના વાઇરસને ચેપ લાગી શકે છે. આથી, ત્રણ દિવસથી ઇ્-HCઇ ટેસ્ટનું પ્રમાણ વધ્યુ છે. રવિવારે ૨૧,૭૦૮ પછી સળંગ બીજા દિવસે સોમવારે પણ ૨૫,૪૭૪ ટેસ્ટ થયા હતા. બે દિવસમાં ૪૭,૧૮૨ ટેસ્ટમાંથી ૨૧૬૨ દર્દીઓ કોરોનાથી ચેપગ્રસ્ત જણાયા છે. ૪૫,૦૨૦ના રિપોર્ટ નેગેટિવ રહ્યો છે. ટેસ્ટ પછી આવા નાગરિકો ચેપ મુક્ત હોવાથી સર્ટિફાઈડ થતા નથી. વાસ્તવમાં તેમણે સૌથી વધુ સાચવેત રહેવાનું છે.
ગઈકાલના કોરોના વાયરસના કેસની વિગત
| 28/07/2020 | પોઝિટિવ કેસ |
| અમદાવાદ | 156 |
| સુરત | 293 |
| વડોદરા | 91 |
| ગાંધીનગર | 44 |
| ભાવનગર | 38 |
| બનાસકાંઠા | 34 |
| આણંદ | 11 |
| રાજકોટ | 79 |
| અરવલ્લી | 2 |
| મહેસાણા | 18 |
| પંચમહાલ | 19 |
| બોટાદ | 8 |
| મહીસાગર | 20 |
| ખેડા | 13 |
| પાટણ | 18 |
| જામનગર | 26 |
| ભરૂચ | 19 |
| સાબરકાંઠા | 8 |
| ગીર સોમનાથ | 15 |
| દાહોદ | 38 |
| છોટા ઉદેપુર | 0 |
| કચ્છ | 10 |
| નર્મદા | 16 |
| દેવભૂમિ દ્વારકા | 0 |
| વલસાડ | 18 |
| નવસારી | 21 |
| જૂનાગઢ | 16 |
| પોરબંદર | 4 |
| સુરેન્દ્રનગર | 32 |
| મોરબી | 9 |
| તાપી | 6 |
| ડાંગ | 0 |
| અમરેલી | 26 |
| અન્ય રાજ્ય | 0 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

