વેસ્ટમાંથી બેસ્ટ: સુરતમાં વપરાયેલી 2020 બોલપેનમાંથી બનેલી ગણપતિની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

સુરત શહેરમાં ઠેર ઠેર ગણેશોત્સવ દરમિયાન અલગ અલગ ગણપતિની પ્રતિમા જોવા મળી રહી છે ત્યારે રામપુરા મેઈન રોડ પર અનોખા શ્રીજી બનાવવામાં આવ્યાં છે. વેસ્ટ બોલપેનમાંથી વિધ્નહર્તાની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ડિમ્પલ જરીવાલા નામના યુવક દ્વારા વેસ્ટ બોલપેનમાંથી ગણપતિ બનાવવામાં આવ્યા છે. 2020 નંગ બોલપેનમાંથી 40 કલાકની મહેનતે શ્રીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.

330 રૂપિયાનો ખર્ચ થયો

ડિમ્પલ જરીવાલાએ જણાવ્યું હતું કે, માત્ર રૂપિયા 330ના ખર્ચમાં 5 બાય 6 ફૂટ ઉંચાઈ ધરાવતી શ્રીજીની મનોહર પ્રતિમા તૈયાર થઈ ગઈ હતી. આ વખતે અમે કંઈક અનોખું કરવા માંગતા હતા તેમાંથી રામપુરા યુવક મંડળને મારો વિચાર ગમ્યો અને પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી.જે હાલ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ પ્રતિમાથી પર્યાવરણને કોઈ નુકસાન નહી થાય.બોલ પેન ભેગી કરવામાં બે વર્ષનો સમય થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો