સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કથામાં કહ્યું, સાવરણો 2022માં ગુજરાતમાં તો આવશે જ, કોને સાફ કરશે નક્કી નહીં

સુરતના એ.કે. રોડ સ્થિત અલકાપુરી રૂસ્તમબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના મહંત સતશ્રી ઉર્ફે વિશ્વવલ્લભ સ્વામીએ ઓનલાઈન કથામાં કરેલી રાજકીય ટીપ્પણી વાઈરલ થઈ રહી છે. વિશ્વવલ્લભ સ્વામીએ કથામાં કહ્યું કે,’ દિલ્હીથી નીકળેલો સાવરણો કંઈક તો સાફ કરશે જ. સાવરણાનું તો કામ જ સાફ કરવાનું છે.’ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવશે તેવું ગર્ભિત રીતે જણાવતા સ્વામીનો વીડિયો આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ સ્વરૂપે મૂકીને વાઈરલ કરવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સ્વામિનારાયણ મંદિર મોટા વરાછા મહંત વિશ્વવલ્લભ દાસજીસ્વામીના વક્તા પદે અમદાવાદમાં ગીતામૃતમ કથા ચાલી રહી છે, જેમાં રાગ-દ્વેષ વિષય પર વાત કરતા સ્વામીએ ગામડાઓની ચૂંટણીઓ બાદ એકબીજા પ્રત્યે દ્વેષભાવ ઊભો ન થવો જોઈએ તેમ જણાવ્યું હતું. જે વ્યક્તિને જે નેતા કે પક્ષ ગમતો હોય તેના વખાણ કરી શકાય. ત્યાર બાદ ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી અંગે સંકેત આપતા સ્વામીએ કહ્યું હતું કે, 2022માં ગુજરાતમાં દિલ્હીથી સાવરણો આવી રહ્યો છે, એ કંઈક તો સાફ કરશે જ. કારણ કે સફાઈ કરવી સાવરણાનું કામ છે.

કથામાં કરેલા આ નિવેદનની ક્લિપ કટીંગ થઈને સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ગુજરાતી વક્તાઓમાં સૌથી વધારે પોપ્યુલર ગણાતા સંત સ્વામીના નિવેદનથી રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ અનેક પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. સુરત પાલિકાના આપના કોર્પોરેટરોએ પણ પોતાના સોશિયલ મીડિયા પર સ્વામીજીના પ્રવચનનો વીડિયો ફરતો કર્યો હતો.

સ્વામીએ માર્મિક ટીપ્પણી કરી
ઘણી વખત સંતો દ્વારા રાજકીય વાતો તથા મંચ ઉપરથી કરતા હોવાનું જોવા મળે છે. સમયાંતરે કથાકારો કે, મહંતો દ્વારા રાજકીય પક્ષોની આલોચના કે, પ્રશંસા કરતા હોવાના વીડિયો સામે આવતા હોય છે. વિશ્વવલ્લભ સ્વામીએ કહ્યું કે, રાજકારણમાં ચૂંટણીઓ આવતી હોય છે. જતી હોય છે, પરંતુ ઘણી વખત વ્યક્તિ ચૂંટણીને લઈને પોતાનો રાગ દ્વેષ લાંબા સમય સુધી રાખતો હોય છે. જે ખરેખર યોગ્ય નથી. કોઈને રાહુલ ગાંધી ગમે, તો કોઈને કેજરીવાલ ગમે છે. રાગ દ્વેષ ચૂંટણી પૂરતો હોવો જોઈએ. ત્યારબાદ તેને ભૂલી જવો જોઈએ. આગળ વાત કરતા વિશ્વલ્લભ સ્વામી કહ્યું કે, દિલ્હીથી કેજરીવાલનો સાવરણો ગુજરાતમાં આવ્યો છે. હવે ગુજરાતમાં સાવરણો આવ્યો છે તો, સફાઈ તો કરશે જ એ તો પાક્કું છે. કોની સફાઈ કરશે તે ખબર નથી.પણ સફાઈની તૈયારી તો રાખવી જ પડશે.

AAPએ વીડિયો પોસ્ટ કર્યો
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ જે વાત કરી છે, તેનો ઉપયોગ આમ આદમી પાર્ટીના નેતાઓ શરૂ કરી દીધો છે. આપના નેતાઓના ધ્યાન પર આવતાની સાથે જ તેમણે સોશિયલ મીડિયા ઉપર વિશ્વવલ્લભ સ્વામીના પ્રવચનમાં આમ આદમી પાર્ટીની વાત કરતા દેખાઈ રહ્યા છે. તે ભાગનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો છે.

આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના સંયોજક રામ ધડકે કહ્યું કે, ગુજરાતની પ્રજા તો આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ રાખી રહી છે. પરંતુ હવે, ધીરે ધીરે સંતો મહંતો પણ માની રહ્યા છે કે, સાવરણો કચરો સાફ કરી નાખશે. વિશ્વ વલ્લભ સ્વામી પરોક્ષ રીતે તેઓ કહી રહ્યા છે કે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સફળ થશે. દિલ્હીથી સાવરણો ગુજરાતમાં આવ્યો છે, તો કંઈક તો સફાઈ કરશે. સંત દ્વારા બોલાયેલા શબ્દો અને સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છીએ. જેથી ગુજરાતની પ્રજાને પણ જાણ થાય કે, જે રીતે લોકો અમારામાં વિશ્વાસ રાખી રહ્યા છે. તે જ રીતે હવે ગુજરાતના સંતો પણ માની રહ્યા છે કે, આપને સફળતા મળશે.

કથામાં રમૂજમાં બોલાય, ખોટું અર્થઘટન ન કરવું
કોઈ પક્ષનો પ્રચાર કરવો કે ઘસાતું બોલવું એ અમારા સ્વભાવમાં નથી. પરંતુ કોઈ વખત કથામાં કોઈ પ્રસંગોને ધ્યાનમાં રાખીને રમૂજમાં કોઈ શબ્દો બોલાઈ જાય. હવે ગુજરાતમાં સાવરણો આવે છે એનો અર્થ એ નથી કે અમે કોઈ પક્ષના પ્રચારક છીએ. હળવાશથી લીધેલી વાતનું ખોટું અર્થઘટન કે વિવાદ કરવો જોઈએ નહીં. > વિશ્વવલ્લભ દાસજી સ્વામી

પ્રજા બાદ હવે સંતોને પણ ‘આપ’ પર વિશ્વાસ
ગુજરાતની પ્રજા સાથે હવે સંત-મહંતો પણ માની રહ્યા છે કે, સાવરણો કચરો સાફ કરી નાખશે. વિશ્વ વલ્લભ સ્વામી પરોક્ષ રીતે તેઓ કહી રહ્યા છે કે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સફળ થશે. દિલ્હીથી સાવરણો ગુજરાતમાં આવ્યો છે, તો કંઈક તો સફાઈ કરશે. > રામ ધડક, સંયોજક,દક્ષિણ ઝોન, આમ આદમી પાર્ટી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો