અમદાવાદમાં બૂટલેગરોનો નવો કીમિયો: દારૂ કટિંગ વખતે પોલીસનું નેટવર્ક જામ કરવા બૂટલેગરો જામરનો ઉપયોગ કરતા, સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂ ભરેલી આઇસરમાંથી જામર મળ્યું

ગુજરાતમાં કડક દારૂ બંધી વચ્ચે પણ બૂટલેગરો બેફામ બનીને દારૂની હેરફેર કરી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં તેમજ અમદાવાદ શહેરના એન્ટ્રી પોઇન્ટ પર દારૂની ગાડીઓનું કટીંગ થાય છે તે બાબત જગ જાહેર છે પણ હવે બૂટલેગર ટેકનોલોજીના સહારે પોલીસને હાથ તાળી આપવા પ્રયાસ કરી રહી છે. અગાઉ બંસી મેજીક જેકનો ઉપયોગ કરીને દારૂની ડિલિવરી કરાવતો હતો ત્યારે હવે સોનુ અને વિનોદ સીધી પણ ગુજરાતમાં પોલીસથી બચવા એક્ટિવ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કણભા પાસે પકડાયેલા દારૂની સાથે એક ડિવાઇસ મળ્યું છે જે જામર છે. જે આસપાસ લોકોના મોબાઈલ નેટવર્ક જામ કરે છે. જે ખાસ કરીને દારૂના કટીંગ વખતે લોકેશન ન મળે અને પોલીસને ખબર ન પડે તે માટે ડિવાઇસ ઉપયોગ કરતું હતું. SMCએ અત્યાર સુધીના રેકોર્ડમાં પહેલી વખત બૂટલેગર ઝામર વાપરતા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હોવાની વિગત જણાવી છે.

​​​​​​​દસ્ક્રોઈ તાલુકાના એણાસણ ગામ ખાતે દારૂનું કટીંગ થતું હોવાની માહિતી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી હતી. એણાસણ ગામના ખુલ્લા ખેતરમાં એક બંધ બોડીની આઇસર મળી હતી. જોકે પોલીસ પીછો કરતી હોવા છતાં તેના ચાલકને પોલીસ પકડી શકી ન હતી. આઇસરમાં તપાસ કરતા 4810 બોટલ અને ટીન મળી કુલ 6.81 લાખથી વધુનો દારૂ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આઇસરમાંથી મોબાઈલ, પર્સ, ઓલ ઇન વન મોબાઈલ નેટવર્ક જામર મળી આવ્યું હતું. આ જામરમાં કુલ આઠ એન્ટીના લાગેલા હતા. આમ કુલ 14 લાખથી વધુનો મુદ્દા માલ પકડાયો હતો.

ગુજરાતમાં હાલ ત્રણ મોટા બૂટલેગરો સક્રિય
​​​​​​​અસલાલી વિસ્તારમાંથી તાજેતરમાં જ દારૂનો જથ્થો પકડાયો હતો. હાલ ગુજરાતમાં મોટા બૂટલેગર બંસી, સોનુ, વિનોદ સીધી એક્ટિવ છે જે દારૂનો કારોબાર કરે છે. સોનુ લતીફની જેમ પોતાની પાસેથી દારૂ ખરીદવા દબાણ કરે છે. જ્યારે બંસી અગાઉ કમલેશ ભૈયા માટે કામ કરતો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરતા બે ખાસ મિત્રો તેને સપોર્ટ કરતા હતા. જેથી ટપોરીમાંથી બંસી મોટો ડિલર બન્યો હતો. હાલ એસ.ઓ.જીમાં કામ કરતો એક પોલીસ કર્મી બંસીનો રાઈટ હેન્ડ હોય એ રીતે કામ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો