950 બેડની હોસ્પિટલ પાસે લોકોમાં આક્રોશ: માત્ર 108ને એન્ટ્રી અપાતા રિક્ષામાં લાવેલા બે દર્દીનું હોસ્પિટલ બહાર જ મોત

GMDC કન્વેનશન સેન્ટર ખાતે શરૂ કરવામાં આવેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં સવારથી માત્ર 108 એમ્બ્યુલન્સ મારફતે જ દર્દીઓ દાખલ કરવામા આવતા હતા. ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને દાખલ ન કરવામા આવતાં દર્દીના પરિવારજનો રોષે ભરાયા હતા. દર્દીના પરિવારજનો એટલાં રોષે ભરાયા હતા કે તેઓએ જણાવ્યું હતું કે અમે રાતના અહીંયા છીએ. બે દિવસથી 108 એમ્બ્યુલન્સમાં ફોન કર્યો છે પણ અમને એમ્બ્યુલન્સ મળી નથી. મારા દાદા દાખલ કરવાના છે. 108 એમ્બ્યુલન્સ 48 કલાકથી આવતી નથી. ક્યારે આવશે એ ખબર નથી. હું બે હાથ જોડીને નીતિનભાઈ અને રૂપાણીને કહું છું તમે આ પબ્લિકની કઈ સેવા કરો. અમે ખોબે ખોબે તમને મત આપ્યા છે. હવે આ લોકોની હાય લાગશે તો તમારા બધા ખાનદાન સાફ થઈ જશે.

આગળ કહે છે કે, આ નરેન્દ્રભાઈ મોદીએ નામ બદલવા સ્ટેડિયમનું જે કર્યું. સવા લાખ માણસોને ભેગા કર્યા અને ઈલેકશનો કર્યા એમાંથી આ બધું આવ્યું છે. દર્દીઓના પરિવારજનોનો રોષ જોઈને લાગી રહ્યું છે કે પ્રજા કેટલી હેરાન થઈ રહી છે.

GMDC કન્વેશન હોલમાં શરૂ થયેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલ રવિવારથી શરૂ તો કરવામાં આવી હતી. પરંતુ 108 એમ્બ્યુલન્સ મારફતે જ દર્દીઓને દાખલ કરવામાં આવતા હતા. 108 અત્યારે 4 કલાક સુધી આવતી નથી ત્યારે ખાનગી વાહનોમાં દર્દીઓને લઈ દાખલ કરવા લોકો ધનવંતરી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

બે વૃદ્ધાના રિક્ષામાં જ મોત

રિક્ષામાં એક વૃદ્ધાને લઈ પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા પરંતુ રિક્ષામાં લાવ્યા હોવાથી તેમને દાખલ કર્યા ન હતા અને વૃદ્ધાનું હોસ્પિટલ બહાર રિક્ષામાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ જ રીતે રિક્ષામાં અન્ય એક દર્દીને લાવ્યા હતા તેમનું પણ મોત થયું હતું. જોકે આ બંને દર્દીઓ મામલે સરકારે કે હોસ્પિટલ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામા આવી નથી..

ખાનગી વાહનમાં આવતા દર્દીને દાખલ કરતા નથી

આ મામલે DRDO કે સરકાર તરફથી સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. ખાનગી વાહનો કે રિક્ષામાં લઈને આવતાં દર્દીઓને ધનવંતરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા નથી. આવા દર્દીઓ સીધા અંદર ન જાય તેની માટે હોસ્પિટલની બહાર ગેટ પર મોટો પોલીસ બંદોબસ્ત અને બેરીકેડ મારી દેવામાં આવ્યા છે.

શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 24 એપ્રિલના રોજ હોસ્પિટલ શરૂ થવાની છે તેવી જાણકારી લોકોને મળતાં શનિવાર સવારથી જ ખાનગી વાહનો અને રિક્ષામાં કોરોના પોઝિટિવ દર્દીઓ GMDC ખાતે હોસ્પિટલની બહાર પહોંચી ગયા હતા. જો કે હોસ્પિટલ શરૂ ન થતા તેઓએ પરત ગયા હતા.

શનિવારે હોસ્પિટલ શરૂ થવાની જાહેરાત થઈ હતી જેથી સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 100 જેટલા લોકો દાખલ થવા માટે પૂછપરછ કરવા આવ્યા હતા. જો કે કામ હજી બાકી છે અને 108 મારફતે જ દાખલ કરવામાં આવશે તેમ કહી દર્દીઓ અને પૂછપરછ કરવા આવતા લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. સવારથી લોકો પૂછપરછ માટે આવતા પોલીસ ખડકી દેવામાં આવી હતી. ડીસીપી અને એસપી સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા અને લોકોને ગેટ પરથી જ રવાના કરી દીધા હતા.

શનિવારે નરોડા વિસ્તારમાં રહેતા યુવકને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓને સામાન્ય લક્ષણ હતા પરંતુ હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવી સ્થિતિ હતી. GMDC ખાતે હોસ્પિટલ શરૂ થવાની જાણ થતાં તેઓ રિક્ષામાં અહીંયા આવ્યા હતા. જો કે અહીંયા આવ્યા બાદ તેમને કહ્યું હતું કે આજથી હોસ્પિટલ શરૂ થઈ નથી.108 મારફતે જ દાખલ કરવામા આવશે. જ્યારે વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા કોરોના પોઝિટિવ દર્દી પોતે હાથમાં જાતે ફાઇલ લઈ અને હોસ્પિટલ દાખલ થવા માટે આવી ગયા હતા. 108માં બે દિવસથી ફોન કરે છે પરંતુ તેઓને વેઈટીંગમાં કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો