સુરતમાં સંદીપમાંથી અલિસા પટેલ બનનારી યુવતીને ટ્રાન્સ વુમનનું સર્ટિફિકેટ એનાયત કરાયું, ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમન બની

રાજ્યની પ્રથમ અને સુરતના સંદીપમાંથી અરીસા પટેલ બનનારી યુવતીને રાજ્ય સરકારે ગુજરાતનું પ્રથમ ટ્રાન્સ વુમન બની છે જેનું સર્ટિફિકેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે ત્રણ સર્જરી કરી તે સંદીપથી અલીશા પટેલ બની ગઈ. 39 વર્ષની ઉંમરમાં જાતિ પરિવર્તન કરી સંદીપથી અલીશા બની ગઈ

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરત જિલ્લા કલેકટર દ્વારા એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે જેના કારણે હવે તે રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન બની ગઈ છે.આ પ્રમાણમપત્ર તેણીની જાતિ પરિવર્તનના ઓપરેશન પછી પ્રાપ્ત થઈ છે અને જ્યારે નવી ઓળખને સરકાર તરફથી માન્યતા મળી ત્યારે તે ખૂબ જ ખુશ છે. અલીશા ફિઝિકલ ટ્રેનર છે અને તાજેતરમાં એક મહિલા બનવા માટે આશરે 8 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે.અલીશા પટેલ નવા નિયમો અનુસાર સરકાર દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર મેળવનાર રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન બની છે.

આંતરીક અશાંતિથી પીડાઈ રહ્યો હતો અને આખરે તેની આ પીડા અલીશા બન્યા પછી શાંત થઈ છે. લોકો તેને સંદીપ તરીકે ઓળખતા હતા પરંતુ માત્ર તે જ જાણતી હતી કે તે ભલે શરીરથી છોકરાની જેમ દેખાતી હોય પરંતુ તે અંદરથી એક છોકરી છે અને આખરે તેને 39 વર્ષની ઉંમરમાં જાતિ પરિવર્તન કરી સંદીપ થી અલીશા બની ગઈ.

12 વર્ષની ઉંમરમાં સંદીપને અચાનક જ છોકરીઓને ગમતી તમામ વસ્તુઓ સારી લાગવા લાગી હતી તેને અચાનક જ ગુલાબી રંગ ખૂબ જ પસંદ આવવા લાગ્યો હતો, તે અન્ય છોકરાઓની જેમ કાર અને બાઇક નહીં પરંતુ, ઢીંગલી પસંદ કરવા લાગ્યો હતો ત્યારે જ તેને ખબર પડી ગઈ કે તે છોકરો નથી. કંઇક તો છે જે તેને અન્ય છોકરાઓ કરતાં જુદો પાડે છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા પછી પણ માનસિક દ્વંદ્વ થી પસાર થઇ રહેલા સંદીપે આખરે નીચે કર્યું કે જે તે અંદરથી છે તે સમાજની સામે લાવશે અને 39 વર્ષની ઉંમરમાં સંદીપે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો.અને ત્રણ સર્જરી કરી તે સંદીપથી અલીશા પટેલ બની ગઈ.

તેણે જણાવ્યું છે કે હવે આત્મવિશ્વાસથી મારી ઓળખ લોકોને જણાવી શકું છું અને એક મહિલા તરીકે કામ કરી શકું છું, જે હું અગાઉ કરી શકતી નહોતી. અલીશાએ જણાવ્યું હતું, તેણે 12 વર્ષની હતી ત્યારથી તે અંદરથી એક મહિલા છે એ વાતની ખબર પડી. શાળામાં છોકરાઓ હાફ પેન્ટ પહેરીને આવતા પરંતુ મને સ્કૂલના ગણવેશમાં લાંબી સ્કર્ટ ગમતી હતી, પરંતુ હું પોતાને વ્યક્ત કરી શકતી નહોતી. છ બહેનોમાં સૌથી નાની પટેલે જણાવ્યું હતું. મારી બોડી લેંગ્વેજ, રુચિ અને વાત કરવાની રીત બતાવતી હતી કે, હું મોટી થઈને મારા પરિવારમાં સ્ત્રી બનીશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો