રસીમાં એવાં કોઈ તત્ત્વ નથી, જેને કારણે શરીરમાં મેગ્નેટિક પાવર ઊભો થાયઃ મનપા ડેપ્યુટી હેલ્થ કમિશનર, સુરતમાં એક જ પરિવારના 78 વર્ષીય વૃદ્ધા અને 10 વર્ષીય બાળકના શરીર પર સિક્કા, ચમચી ચોંટવા લાગ્યાં,

સોશિયલ મીડિયામાં ચમચી, સિક્કા શરીર પર ચોંટવાના વીડિયો વાઇરલ થયા બાદ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં 78 વર્ષીય દાદી અને 10 વર્ષીય પૌત્રને સિક્કા અને ચમચી શરીર પર ચોંટી જતાં ભારે કુતૂહલ ફેલાયું છે. વૃદ્ધાએ વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો, જ્યારે 10 વર્ષના બાળકે તો વેક્સિન પણ લીધી નથી. આ બાબતે મનપા ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે વેક્સિનના કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા ન થઈ શકે.

વાઇરલ વીડિયો જોયા બાદ માતા પર પ્રયોગ કર્યો
નાસિકમાં રહેતી એક 71 વર્ષીય વ્યક્તિને વેકસિન લીધા બાદ સ્ટીલનાં વાસણો, ચલણી નાણાં શરીર પર ચોંટી ગયાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો. જોકે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રાલયે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. સુરતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. 78 વર્ષીય વત્સલાબેન જગતાપે કોરોનાથી બચવા વેક્સિનનો પહેલો ડોઝ 19 માર્ચના રોજ અને વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો. વત્સલાબેનના પુત્રએ સોશિયલ મીડિયાના માધ્યમથી નાસિકના વૃદ્ધ પર વેક્સિન લીધા બાદ સિક્કો શરીર પર ચોંટતો હોવાનો વીડિયો જોયો હતો. આ બાદ તેમણે પણ વિચાર્યું કે આવું તેઓ પણ આ પ્રયોગ કરી જુએ.

માતાને સિક્કા ચીપકવા લાગતાં ડોક્ટરનો સંપર્ક કર્યો
દરમિયાન સવારે જ્યારે પૂનમ જગતાપે તેમની માતા પર આ પ્રયોગ કરી જોયો ત્યારે આશ્ચર્યની વચ્ચે માતાના શરીર પર સિક્કા અને ચમચી મેગ્નેટની જેમ ચીપકવા લાગ્યાં હતાં. આ વાતને લઈને તેઓ ચિંતામાં મુકાઈ ગયા અને તેમણે ડોક્ટરનો પણ સંપર્ક કરી જોયો હતો. જોકે ડોક્ટર પણ આ બાબતને લઈને વધુ સ્પષ્ટતા ન કરી શક્યા.

વેક્સિનથી થાય એ માનતો નથી પણ જે થઈ રહ્યું છે એ સાચું છે
આ ઘટના બાબતે વત્સલાબેનના પુત્ર પૂનમ જગતાપે જણાવ્યું હતું કે વેક્સિન લીધા બાદ આ રીતે ચુંબકીય શક્તિ આવે એ વાત હું પણ નથી માનતો, પરંતુ જે થઈ રહ્યું છે એ સાચું છે, પરંતુ આ બધું વેક્સિનને કારણે થઈ રહ્યું હોય એવું નથી, કેમ કે આ જ પ્રયોગ મેં મારા દસ વર્ષના પુત્ર વેદ પર પણ કર્યો હતો અને તેના શરીર પર પણ ચમચી અને સિક્કાઓ ચોંટવા લાગ્યાં હતાં. મારો પુત્ર દસ વર્ષનો છે અને તેને કોઈપણ પ્રકારની કોરોનાની વેક્સિન આપવામાં નથી આવી, જેથી હું નથી માનતો કે આ બધું કોરોનાની વેક્સિનના લીધે થઇ રહ્યું હશે. વેક્સિન સુરક્ષિત છે અને મારાં માતાને બંને ડોઝ લીધા પછી કોઈપણ પ્રકારની આડઅસર નથી થઈ. જેથી દરેક વ્યક્તિએ કોરોનાની વેક્સિન લેવી જોઈએ અને આવી કોઈ પણ અફવાઓ પર ધ્યાન આપવું ન જોઈએ.

વેક્સિનને કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા ન થઈ શકેઃ આરોગ્ય કમિશનર
બીજી તરફ, સુરતની મહિલામાં પણ વેકસિન લીધા બાદ મેગ્નેટની અસર આવી હોવાની વાત જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડો. આશિષ નાયકને કરવામાં આવી ત્યારે તેઓ આ બનાવથી અજાણ હોવાનું જણાવ્યું હતું. જોકે તેમણે એ બાબતને પણ સ્વીકારી હતી કે વેક્સિનના કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા ન થઈ શકે. રસીમાં એવા કોઈ તત્ત્વ નથી, જેના કારણે શરીરમાં મેગ્નેટિક પાવર ઊભો થાય.

વલસાડમાં પણ બની ઘટના
વલસાડના નાની ખત્રીવાડમાં આવેલી જવેલર્સના સંચાલક સંપતસિંગ રાજપુરોહિતે સવારે અખબારમાં ઘટના વાંચીને પોતાના ઉપર ચમચી અને સ્ટીલની વસ્તુઓ ચોંટે છે કે કેમ ચેક કરવા જતાં ચલણી સિક્કા અને સ્ટીલની ચમચી પણ હાથ ઉપર મુક્તની સાથે ચોંટી ગઈ હતી. પહેલાતો પરસેવાને લઈને ઘટના બની હોય તેમ માની લીધું હતું. રૂમાલથી હાથ સાફ કર્યા બાદ ચેક કરતા ફરી ચલણી સિક્કા ચુંબક ઉપર લોખંડ ચોંટે તે રીતે ચોટી ગયા હતા.

ગુજરાતના પાલનપુરમાં પણ બની આવી ઘટના
પાલનપુરના નવજીવન સોસાયટી વિસ્તારમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધની છાતી પર શનિવાર સવારથી અચાનક મોબાઈલ, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યા તો તેમનો પરિવાર ચોંકી ઊઠ્યો હતો. પાલનપુર સિવિલમાં મેગ્નેન્ટ મેનને લઈ જઈ ચેકઅપ કરાવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબો ચોંકી ઊઠ્યા હતા અને કેસ કાઢી રિપોર્ટ કરાવ્યા હતા. નવીનભાઈએ હોસ્પિટલ સ્ટાફને જણાવ્યું હતું કે 2 મહિના પહેલાં વેક્સિનનો ડોઝ લીધો હતો. શનિવાર સવારથી સ્ટીલની વસ્તુઓ ચોંટતાં શરીરમાં ચુંબકીય શક્તિનો અનુભવ થયો હતો.

નાસિકમાં પણ બની આવી ઘટના
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક પરિવારે દાવો કર્યો છે કે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ તેના પરિવારના એક વૃદ્ધ સભ્યને શરીરમાં ચુંબકીય શક્તિનું સર્જન થઈ ગયું છે. હવે તેમના શરીર પર ચમચી, સ્ટીલ તથા લોખંડનાં વાસણ તથા સિક્કા સરળતાથી ચોંટી રહ્યાં છે.

છત્તીસગઢમાં પણ બની આવી ઘટના
છત્તીસગઢમાં રાજનાંદ ગામની એક મહિલા કાઉન્સિલર સુનીતા ફડણવીસે દાવો કર્યો છે કે વેક્સિનેશન બાદ તેના શરીરમાં ચુંબકીય શક્તિ આવી ગઈ છે. હવે તેનું શરીર ચુંબકની માફક કામ કરી રહ્યું છે. તેને લીધે સિક્કા, લોખંડ અને સ્ટીલનાં વાસણો શરીર સાથે ચોંટી રહ્યાં છે. સ્થિતિ એવી છે કે હાથ હલાવવા છતાં એ ચીપકેલાં રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો