ST નિગમે નવી એપ લોન્ચ કરી, બસનો સમય અને રૂટ પણ ટ્રેક કરી શકાશે, ટ્રેનની જેમ STમાં 60 દિવસ પહેલાં બુકિંગ થઈ શકશે

ગુજરાત એસટી નિગમની બસોમાં પેસેન્જરો હવે રેલવેની જેમ 60 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે. એ જ રીતે રિઝર્વ સીટ પર મુસાફરી પહેલા આકસ્મિક સંજોગોમાં ટિકિટ કેન્સલ કરાવ્યા વગર પેસેન્જર મુસાફરીની તારીખ અને સમય પણ બદલી શકશે. એ જ રીતે મુસાફરી દરમિયાન તેમની બસ ક્યાં પહોંચી, તેમના સ્ટેન્ડ પર ક્યારે આવશે તે બસ ટ્રેકિંગ સિસ્ટમની મદદથી જાણી શકાશે. આ તમામ સુવિધાઓ માટે નિગમ દ્વારા તાજેતરમાં જીએસઆરટીસી એપ લોન્ચ કરાઈ છે.

બસમથકે ગયા વગર જ ટિકિટ બુક થશે

નિગમ દ્વારા લોન્ચ કરાયેલી મોબાઇલ એપ વિશે વધુ માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે, ઘણી વાર પેસેન્જરો મુખ્ય બસમથકના બદલે ઘર નજીકના પીકઅપ સ્ટેન્ડ કે સ્ટોપેજથી બસમાં બેસતા હોય છે, પરંતુ આવા મુસાફરોને પણ બસનો સમય જાણવા કે બુકિંગ કરાવવા માટે મુખ્ય બસમથક સુધી જવું પડે છે. આવા મુસાફરો હવે મુખ્ય બસમથકે ગયા વગર એપની મદદથી બુકિંગ કરી પીકઅપ સ્ટેન્ડ કે અન્ય સ્ટોપેજથી પણ બસમાં પ્રવાસ કરી શકશે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ એપ ડાઉનલોડ કરી છે.

બસ ઉપડવાના કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવી શકાશે

વધુમાં મોબાઇલ એપની સાથે ઓનલાઇન બુકિંગ કે અન્ય માધ્યમથી પેસેન્જરો 60 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે. એ જ રીતે એપમાં ઓનરૂટ બુકિંગની સુવિધા પણ છે. અનિવાર્ય સંજોગોમાં જો પેસેન્જરે મુસાફરી રદ કરવી હોય તો બસ ઊપડવાના કલાક પહેલાં પેસેન્જર પોતાની ટિકિટ કેન્સલ કરાવી શકે છે. વધુમાં ટિકિટ બુક કરાવ્યા બાદ કોઈ કારણસર ટિકિટનો મેસેજ કે ઇ-મેઇલ ન મળ્યો હોય ત્યારે પેસેન્જર પોતાનું ઇમેઇલ આઈડી કે મોબાઇલ નંબર નાખી ફરીથી એસએમએસ કે ટિકિટની પીડીએફ ફાઈલ મેળવી શકે છે.

રદ ટિકિટના પૈસા ઈ-વોલેટમાં જમા થશે

  • પેસેન્જર 60 દિવસ અગાઉ એડવાન્સ બુકિંગ કરાવી શકશે. પ્રીમિયમ સર્વિસમાં 10 ટકા અને અન્ય સર્વિસમાં 8 ટકા ડિસ્કાઉન્ટનો લાભ.
  • જે તે રૂટ પર કયા સમયે બસ આવશે તેનું લોકેશન જાણી તે બસમાં પણ બુકિંગ કરી શકાશે.
  • ટિકિટ કેન્સલની સુવિધા, ટિકિટનાં નાણાં ઇ-વોલેટમાં જમા  થશે.
  • ટિકિટનો પીએનઆર નંબર, વાહન નંબર કે ટ્રીપ કોડની મદદથી બસનું ટ્રેકિંગ કરી શકાશે.
  • જરૂરિયાત મુજબ ટિકિટ કેન્સલ કરાવ્યા વગર બુક કરાવેલી ટિકિટમાં મુસાફરીની તારીખ અને સમય બદલી શકાશે.
  • બસનું સમયપત્રક, બસનો પ્રકાર, ભાડું તેમ જ સીટ ઉપલબ્ધતાની માહિતી મેળવી શકાશે.
  • પ્રવાસ તેમ જ સામાજિક પ્રસંગ માટે ઓનલાઇન અરજી કે પેમેન્ટ કરી બસ બુક કરાવી શકાશે.
  • રાહતદરના પાસ માટે ઓનલાઇન અરજી તેમ જ પેમેન્ટ કર્યા બાદ ફક્ત પાસ લેવા માટે ડેપો જવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો