ST નિગમે ભાડું વધારવા CMને માગ કરી, કહ્યુ- 2013મા ડીઝલ 59 રૂ. હતું અત્યારે 94 છે

ST નિગમને ભાડા વધારો આપવા તથા સબસીડીની રકમ નિગમને ચૂકવી આપવા ગુજરાતના CMને મહામંડલ દ્વારા પત્રથી માંગણી કરવામાં આવી છે. પત્રમાં તેમને આ પ્રમાણે વિગતો લખી હતી. દેશભરમાં મોડેલ રાજ્ય તરીકે ખ્યાતી પામેલ ગુજરાત રાજ્યમાં, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST નિગમ) એ ગુજરાત રાજ્યની પ્રગતિ અને પ્રતિષ્ઠામાં સિંહફાળો આપ્યો છે અને રાજ્ય સરકારનું સૌથી મોટું જાહેર સાહસ છે.

ST નિગમ રાજ્યની મુસાફર જનતાની સેવા કરવામાં ક્યારેય પાછીપાની કરી નથી પછી એ કોઈ માનવ સર્જિત કે કુદરતી અણધારી આફત હોય, નાનામાં નાના ગામડાને બસ સુવિધા આપવાની બાબત હોય, સ્કુલના વિદ્યાર્થી ઓ માટે વિદ્યાર્થી ટ્રીપ ચલાવવી હોય, અને કવર્ડ ગામડાઓને કવર્ડ કરવાના હોય, કે ફક્ત એક કે બે મુસાફર માટે બસ સર્વિસ સંચાલિત કરવાની હોય, ST નિગમએ રાજ્યની મુસાફર જનતાની અવિરત સેવા કરી છે, અને હાલમાં પણ સેવા કરી રહ્યું છે.

ST નિગમ દ્વારા વર્ષ – 2014માં રાજ્ય સરકાર દ્વારા પેસેન્જર ટેક્ષ 17:54 થી ઘટાડી 7.5% કર્યો ત્યારે આ લાભ મુસાફર જનતાને આપી ભાડુ ઘટાડેલ, અને લોકોમાં થતી ચર્ચા કે એક વખત વધેલા ભાવ ક્યારેય ઘટતા નથી તે ખોટી સાબિત કરી આપેલ, વર્ષ – 2014મા ભાડુ ઘટાડેલ ત્યાર થી લઈ અત્યાર સુધીના ડીઝલના ભાવ વર્ષ 2013 થી માર્ચ-2022 સુધીમાં ડીઝલના ભાવ વધ્યા છે.

આ વિગતો ધ્યાને લેતા નિગમનું ભાડું વધારવા તાત્કાલિક મંજૂરી આપવા અને આજની અશહય મોઘવારીમા નિગમને થતું નુકશાન ઘટાડવા યોગ્ય અને ઝડપી નિર્ણય લેવા વિનંતી છે, જેથી સરકારને સબસિડી ચૂકવવા માટે ના ભારણમાં વધારો થવા પામે નહી સાથે સાથે નિગમ દ્વારા દરખાસ્ત કરાયેલ અને સરકાર દ્વારા નહીં ચૂકવાયેલ સબસીડીની રકમ રૂપિયા 1700 કરોડ નિગમના અને કર્મચારીઓના હિતમાં ત્વરિત ચૂકવાય અને કર્મચારીઓના પ્રાણ પ્રશ્નોનો અંગે વિનંતી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો