અમદાવાદથી સુરત આવતી-જતી એસટી બસો બંધ, કોરોના વધતાં લેવાયો નિર્ણય

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં સુરત શહેર કોરોનાનું હોટસ્પોટ બનતું જોવા મળી રહ્યું છે. ત્યારે ST બસ સેવાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધતા કેસને લઇને સુરતથી અમદાવાદ આવતી-જતી તમામ એસટી બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ST બસ સંચાલનને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. સુરતથી અમદાવાદ તરફ આવતી બસોને AMCની હદમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદથી સુરત જતી બસો પર પણ રોક લગાવવામાં આવી છે. સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ સુરતમાં વધતા કોરોનાના કેસો ચિંતાનો વિષય છે.

હાલમાં છેલ્લા થોડા દિવસોથી સુરત શહેરમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરથી અમદાવાદ આવતી બસો પર રોક લગાવી દેવામાં આવી છે.

અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કોરોના ચેકપોસ્ટ ઉભી કરાઇ

અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કોરોના ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. AMC દ્વારા કોરોના ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. સુરતથી આવતા મુસાફરોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 600 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 600 પૈકી 23 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. 2 લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટમાં ખસેડાયા છે. જ્યારે 2 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે અને 19 લોકોને સુરત પરત મોકલવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો