સુરતથી પરપ્રાંતિય લોકોને વતન પહોંચાડવા સ્પેશ્યલ ટ્રેન દોડશે, આજે પ્રથમ ટ્રેન જશે ઓરિસ્સા

કોરોના મહામારીને પગલે હાલમાં લોકડાઉનની કપરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે કામદારોમાં ખાસ કરીને વતન જવા માટે ભારે આક્રોશ છે. આવા સમયે સુરતના સ્થાનિક અધિકારીઓ અને રેલવે સત્તાધિશો વચ્ચેના સંકલનના અભાવે આજે સુરતથી ઓરિસ્સા જવા માટે એક ટ્રેન ઉપડવાની વ્યવસ્થા કરાઇ હતી. જેની જાણ થતાં મોટી સંખ્યામાં કામદારો યેનકેન રીતે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જેમને સ્થળ પરથી પરત ભગાવાયા બાદ આ લખાઇ રહ્યું છે ત્યારે મોડે સુધી કોઇ અંતિમ નિર્ણય રેલવે તંત્ર કે સ્થાનિક અધિકારીઓ દ્વારા લેવાયો ન હોવાનું જાણવા મળે છે. સુરત શહેર તથા જિલ્લામાં આવેલા વિવિધ પ્રકારના ઉદ્યોગોમાં અંદાજીત ૧૦ લાખથી વધુ પરપ્રાંતિય કામદારો કામ કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

હાલની કોરોના વાયરસની મહામારીને કારણે સમગ્ર દેશમાં બીજા તબક્કાની લોકડાઉન પૂર્ણ થવાને માંડ બે દિવસ બાકી છે. ત્યારે આ લોકડાઉન ફરી લંબાવાશે કે કેમ તેની અનિશ્રીતતા વચ્ચે પરપ્રાંતિય કામદારો યેનકેન રીતે સુરતથી વતન જવા અધિરા બન્યાં છે. જેમને સ્થાનિક પ્રશાસન દ્વારા કોરોનાની મહામારી વધુ વકરે નહી અને દેશમાં આ રોગની પરિસ્થતિ નિયંત્રણમાં રહે તે માટે કામદારોને કળેવળે અહિં રોકી રખાયા છે. પરંતુ નાણાં ખુટવાથી તથા વધુ સમય અહીં રહેવાથી ભાડા ભરવા સહિતની આફતો સામે આવવાના ડરથી કામદારો કોઇપણ ભોગે હવે સુરત છોડી જવા માટે અધીરા બન્યાં છે. સ્થાનિક તંત્ર દ્વારા કામદારો સાથે થઇ રહેલા વર્તનને લઇને હેબતાઇ ગયેલા કામદારો હવે કોઇપણ ભોગે પરત સુરત ના આવવાનું જણાવી રહ્યાં હોવાનું જાણવા મળે છે.

આવા સમયે સુરતથી એક સ્પેશિયલ ટ્રેન ઓરિસ્સા મોકલવા માટે રેલવે તંત્ર અને સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયારી દાખવવામાં આવી હતી. આ ટ્રેનમાં સ્પેશિયલ બસમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઓરિસ્સાવાસીઓને લાવી સોશિયલ ડિસ્ટન્ટસ સાથે તેમને ટ્રેનમાં બેસાડી ઓરિસ્સા મોકલવાની તૈયારી કરાઇ હતી. જેની જાણ થતાં સવારે મોટી સંખ્યામાં ઓરિસ્સાવાસી વાસી કામદારો યેનકેન રીતે સુરત રેલવે સ્ટેશન ભેગા થયાં હોવાની વિગતો સાંપડે છે જેમણે તંત્ર દ્વારા યેનકેન રીતે પરત મોકલાયા હતા. ત્યારબાદ સાંજે ફરી કલેક્ટર અને રેલવેના અધિકારીઓ વચ્ચે ઓરિસ્સાવાસીઓ માટેની સ્પેશિયલ ટ્રેન મુદ્દે બેઠકનો દૌર ચાલ્યો હતો. જાકે મોડી રાત્રે સુરતથી એક ટ્રેન ઓરિસ્સા રવાના કરવા માટેની તૈયારીઓને સુરત રેલવે સ્ટેશને આખરી ઔપ આપવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.

સુરત સ્ટેશને તૈયારી પૂર્ણ

સૂત્રો અનુસાર, જિલ્લા વહીવટી તંત્ર અને રેલવેના ઉચ્ચ અધિકારી ઓ વચ્ચે મેરેથોન બેઠક બાદ મોડીરાત્રે સુરતથી અ ઓરિસ્સાના બહેરામપુરા સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવાના નિર્ણય કરવામાં આવ્યો છે. શનિવારે સાંજે 4 વાગે પહેલી ટ્રેન રવાના થશે જેમાં 1200 મુસાફરો હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન બાબતનો મુદ્દો એટલો ગોપનીય રાખવામાં આવ્યો હતો કે જેથી કરીને સુરત રેલવે સ્ટેશન ઉપર પરપ્રાંતીય કામદારોનો ઘસારો થાય નહીં. આમ છતાં સવારના સુમારે મોટી સંખ્યામાં કામદારો રેલવે સ્ટેશન ઉપર એકત્રીત થઇ ગયા હતા. જેમણે આ બાબતની જાણ ક્યાંથી થઇ તે મુદ્દો તપાસનો વિષય બની રહે છે પરંતુ પોલીસની મદદથી આ તમામ કામદારોને સ્થળ ઉપરથી પરત મોકલવામાં આવ્યા હતા.

સુરત રેલવે સ્ટેશન

સુરતથી ટ્રેન ઉપડવાની હોવાની માહિતીને આધારે યુપી, બિહારના લોકો પણ યેનકેન રીતે સુરત રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયા હતા. જેમાં કેટલાક સાયકલ ઉપર તો કેટલાક પગપાળા સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા હતા. કેટલાક પાસે પુરતી માહિતી ન હોવાથી તેઓ રેલવે સ્ટેશનની બહાર જ જ્યાં ત્યાં બેઠા હતા. પરંતુ પોલીસ દ્વારા આવા લોકોને સ્થળ ઉપરથી વારંવાર દુર કરવામાં આવતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો