કુદરતે છીનવી લીધા હાથ, છતાય ન માની હાર: આ યુવક પંજા વિના કરે છે ખેતી

બનાસકાંઠાના તાલેગઢ ગામમાં રહેતો ચાર સંતાનનો પિતા એવા ડાહ્યાભાઇ પોતાના બંને હાથે વિકલાંગ છે,બાળપણમાં બાર વર્ષની ઉંમરે કરંટ લાગતા બંને હાથ કાપી દેવાયા અને એક આંખ પણ ગુમાવી દીધી છતાં હિંમત હાર્યા વિના પંજા વિના ઘરનું કામ, ખેતરનું કામ અને તમામ વાહનો જાતે ચલાવી કોઇની ઉપર નિર્ભર રહેતો નથી.તેઓ ઘોડાના શોખીન છે જાતે જ ઘોડા પર ચઢી જાય છે અને ઘોડો ચલાવે, ખેતીનું કામ પણ જાતેજ કરી લે છે. તેમને હાથમાં પાવડો પકડીને કામ કરતા બિલકુલ થાક લાગતો નથી. બાઇક, જીપ કે ટ્રેકટર સહિતના તમામ વાહનો તેમને સરસ રીતે ચલાવે છે.

મનોબળ મજબુત- ખેતરમાં ફાવડાથી કરે છે કામ

બે હાથ વાળા કરતા પણ વધુ કામ કરે છે

બે હાથ નથી છતાં બે હાથ વાળા કરતા વધુ કામ મારા પપ્પા કરે છે.’ડાહ્યાભાઇના બંને હાથમાં પંજા નથી. જેથી તેવો કોઇ વસ્તુ પકડી શકતા નથી તેમ છતાં તેવો તમામ વાહનો ચલાવવામાં માસ્ટરી ધરાવે છે. તાલેગઢ અને વિઠોદર ગામમાં બાઇક હંકારતી વખતે પહેલા ગામ લોકોને નવાઇ લાગતી પરંતુ હવે તેમને જોઇ અજાણ્યા લોકો મોંમાં આંગળા નાખી જાય છે.ડાહ્યાભાઇને એક આંખ પથ્થરની છે. બાર વર્ષની ઉંમરે કરન્ટની ઘટનામાં એક આંખ ગુમાવી હતી. જેમાં છ મહિના બાદ તબીબે એક આંખ પથ્થરની નાખી હતી. પત્નીનું નિધન થયા પછી એકલા હાથે ચાર સંતાનોનો ઉછેર પણ કરી રહ્યા છે.

કુદરતે હાથ છીનવી લીધા, મનોબળ નહીં,ઘોડે સવારી કરે છે, ખેતરમાં પાવડો પણ ચલાવે છે

મારા પપ્પા હાથ વાળા કરતા વધુ કામ કરે છે
હાથ નથી પણ કરે છે ઘુડસવારી
કુદરતે હાથ છીનવી લીધા છતાય ચલાવે છે ટ્રેક્ટર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો