લગ્નના ફૂલેકામાં ડીજેનું સ્પીકર માથે પડતા 10 વર્ષના બાળકનું મોત, પરિવારે એકનો એક લાડકવાયો ગુમાવ્યો, શેરવાની પહેરેલી તસવીર છેલ્લી બની

મેંદરડાના સમઢીયાળા ગામે વાળંદ પરિવારના દિકરાના લગ્નના ફૂલેકામાં રાત્રીના બોલેરોમાં રાખેલા ડીજે સાઉન્ડના મસમોટા સ્પીકર ઉપર પતરામાં અથડાઇને પડતાં ડીસ્કો કરી રહેલા રાજકોટ અને જેતપુરના બે બાળકો દબાય ગયા હતા. જેમાં રાજકોટના 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે જેતપુરના 9 વર્ષના બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવને પગલે વાળંદ પરિવારના લગ્નની ખુશી શોકમાં પરિણમી ગઇ હતી. મૃતકે શેરવાની પહેરી ફોટો પડાવ્યો હતો જે આખરી તસવીર બની ગઇ હતી.

મૃતકના ફઇના દીકરાના લગ્ન હતા

વાળંદ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય ગામે ગામથી સગા-સંબંધી આવ્યા હતાં. ગત રાતે લગ્નનું ફૂલેકુ નીકળ્યું હતું. તેમાં બધા રંગેચંગે જોડાયા હતાં. ડી.જે. બોલાવ્યું હોય તેના ગીતો પર સૌ કોઇ નાચી રહ્યા હતાં. એ દરમિયાન બોલેરોમાં રાખેલા ડીજેના મોટા સ્પીકર બોલેરો ચાલકનું ધ્યાન ન હોય એક છાપરાના પતરાને ડી જતાં નીચે ખાબકતાં મસમોટા વજનદાર સ્પીકર નીચે બે બાળકો મૌલિક સુરેશભાઇ ધામેલીયા ( ઉ.10, રહે. રાજકોટ) તથા ધ્રુવ સતિષભાઇ ગાલોરીયા (ઉ.9, રહે. જેતપુર) દબાય જતાં દેકારો મચી ગયો હતો. ગંભીર ઇજા થતાં મૌલિકનું મોત નીપજતાં લગ્નની ખુશી માતમમાં પરિણમી ગઇ હતી. તેના મૃતદેહનું મેંદરડા પોસ્ટમોર્ટમ કરાવી રાજકોટ નિવાસસ્થાને લાવવામાં આવ્યો. જ્યારે ધ્રુવને ઉલ્ટીઓ ચાલુ થઇ ગઇ હોય મેંદરડા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. મૃત્યુ પામનાર મૌલિક એક બહેનથી નાનો હતો. મૌલિકના ફઇના દીકરાના લગ્ન હોય તે માતા ઇલાબેન, પિતા સુરેશભાઇ, બહેન સહિતની સાથે મેંદરડા ગયો હતો. એકના એક લાડકવાયાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો