કોરોનાના કહેર વચ્ચે સ્પેનમાં ઘરોમાં સડી રહ્યા છે મૃતદેહો, વૃદ્ધોને ‘મરવા’ માટે લાવારિસ છોડી દીધા

દુનિયાના ખૂબ જ સુંદર દેશોમાં સામેલ સ્પેન કોરોના વાયરસને કહેરથી ઝઝૂમી રહ્યું છે. કોરોનાની ઝપટમાં આવતા અત્યાર સુધીમાં સ્પેનમાં બે હજારથી વધુ લોકોના મોત થયા છે અને 35000 લોકો તેનાથી સંક્રમિત છે. સોમવારના રોજ જ આ બીમારીથી અંદાજે 462 લોકોના મોત થયા. સ્થિતિ એવી છે કે કેટલાંય ઘરોમાં મૃતદેહો પડ્યા છે અને તેને હટાવા માટે હવે સેનાની મદદ લેવી પડી છે. કેટલીય ગંભીર રીતે બીમાર વૃદ્ધોને લાવારિસ છોડી દેવામાં આવ્યા છે.

ચીન, ઇટલી બાદ સ્પેન ત્રીજા નંબર પર

કોરોના વાયરસના સંક્રમણથી સ્પેનમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. મોતના મામલામાં ચીન અને ઇટલી બાદ સ્પેન કોરોનાનું નવું ગઢ બની ગયું છે. 14મી માર્ચથી આખા સ્પેનમાં લોકડાઉન છે પરંતુ મૃતકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સરકારે જેમ-જેમ કોરોનાની તપાસ તેજ કરી છે તેનાથી સંક્રમણના કેસ સતત ઝડપથી વધી રહ્યા છે. આ બધાની વચ્ચે સેનાને આ વાતની જવાબદારી આપવામાં આવી છે કે તેઓ કેયર હોમ્સને વાયરસ મુક્ત કરે જેથી બીમારીના પ્રસારને રોકી શકાય.

કેયર હોમ્સમાં બીમાર વૃદ્ધોની આશંકા

સ્પેનની સેનાને એ વાતની પણ જવાબદારી સોંપાઇ છે કે તેઓ ઘરોમાં લાવારિશ પડેલા મૃતદેહોની તપાસ કરે. કહેવાય છે કે કેટલાંક ઘરોમાં કેટલાંય દિવસથી લાશો પડીલી છે પરંતુ કોરોનાના સંક્રમણના ડરથી એ ઘરોમાં રહેતા પરિવારના સભ્ય તેમને ઉઠાવાની હિંમત પણ કરતા નથી. હવે આ ઘરોમાં જઇ સ્પેનના સૈનિક મૃતદેહોને ઉઠાવી રહ્યા છે. હવે એ વાતની પણ તપાસ કરાય રહી છે કે કયાંક તેમની સાથે કોઇ ગુનો કે હત્યા તો નથી થઇને.

કોરોનાથી બીમાર વૃદ્ધોને લાવારિસ છોડી દીધા

સ્પેનની સેના એ કેયર હોમ્સની તપાસ કરી રહ્યા છે જ્યાં વૃદ્ધો હતા. સરકારી અભિયોજકોએ એલાન કર્યું કે તેઓ મેડ્રિડ કેયર હોમ્સની તપાસ કરી રહ્યા છે ત્યાં 17 લોકોના મોત થયા હતા. સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે અલ્કોયમાં 21 લોકો મરી ગયા છે. હજુ સુધી એ નથી કહેવાયું કે કંઇ જગ્યા પર મૃતદેહોને ‘લાવારિસ’ છોડાયા. સ્પેનના રક્ષામંત્રીએ કહ્યું કે સેનાની તપાસ દરમ્યાન કેટલાંય એવા બીમાર વૃદ્ધ તો જીવતા હત પરંતુ તેઓને પથારીમાં જ ‘લાવારિસ’ છોડી દેવાયા હતા.

રક્ષા મંત્રીએ કહ્યું કે પેન્શનર્સના આ કેયર હોમ્સમાં યોગ્ય સારવાર થઇ રહી નથી. તેમણે કહ્યું કે વૃદ્ધો માટે બનાવેલા કેયર હોમ્સમાં તેમની વ્યવસ્થિત રીતે દેખભાળ થતી નહોતી. તેના માટે જવાબદાર લોકોની સામે સખ્ત કાર્યવાહી થશે. આની પહેલાં કાસા ડી કંપોમાં સૌથી પહેલાં કેયર હોમ્સની અંદર કોરોના વાયરસથી સામૂહિક મોતના સમાચાર આવ્યા હતા. રાજધાની મેડ્રિડમાં નેતાઓએ સ્વીકાર કર્યો કે 20 ટકા વૃદ્ધ કેયર હોમ્સમાં કોરોના વાયરસ ફેલાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો